વાવઃ રવિવારે વાવ તાલુકાના દેવપુરા ગામે પસાર થતી મુખ્ય કેનાલમાં ત્રણ (Narmada Canal Vav Banaskantha) યુવકોના પગ લપસી જતા ડૂબ્યા હતા. જેમાં સદનસીબે બે યુવકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જ્યારે એક યુવક પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના સરહદી (Narmada Canal Vav youth)વિસ્તારોમાં લોકોને પીવા અને ખેતી માટે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા નહેર બનાવવામાં આવી છે.
મોતની કેનાલઃ આજ નર્મદા નહેર હવે મોતની કેનાલ સાબિત થઈ રહી છે છેલ્લા ઘણા સમયથી લોકો અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી રહ્યા છે. અત્યાર સુધી અનેક મૃતદેહ પાણીમાંથી મળતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને નર્મદા કેનાલ પાસે ન જવા અપીલ કરવામાં આવી રહી છે.
લોકો દોડ્યાઃ વાવ તાલુકાના દેવપુરા ગામ પાસે પસાર થતી મુખ્ય કેનાલ પાસે ત્રણ યુવકો ગયા હતા. જ્યાં કેનાલ પાસે ઉભા હતા તે સમયે યુવકોના પગ લપસાતા ત્રણેય યુવકો નર્મદાની મુખ્ય કેનાલમાં પાણીના પ્રવાહમાં ગરકાવ થવા માંડ્યા હતા. પાણીમાં ગરકાવ થતાની સાથે જ યુવકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી આજુબાજુમાં પસાર થતા લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.
એક યુવક ગરકાવઃ ત્રણેય યુવકોને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. જેમાં લોકોની ભારે જહમત બાદ બે યુવકોને પાણીમાંથી સહી સલામત બહાર નીકળવામાં આવ્યા હતા પરંતુ એક યુવક પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી કલાકોની ભારે જહેમત બાદ યુવકને મૃત હાલતમાં બહાર નીકળવામાં આવ્યો હતો. જે બાદ તેને પીએમ અર્થે વાવ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ તપાસમાં પરમાર વિક્રમસિંહ સોમાભાઈ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે નર્મદા કેનાલ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.