- બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખ બાળકોનું રસીકરણ શરૂ
- વધતા જતા ડિપ્થેરિયા (diphtheria)ના કેસ અટકાવવા રસીકરણ શરૂ
- દિયોદરના ગોલવી પ્રાથમિક શાળામાં બાળકોને રસીની આડ અસર
બનાસકાંઠા: ગોલવી ગામે આજે ડિપ્થેરિયાની રસી આપતા ત્રણ બાળકો બેભાન થઈ પડી ગયા હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે શાળા સંચાલકો અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. તરત જ અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયા રોગનું રસીકરણ શરૂ
ડિપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમને સજ્જ કરી ડિપ્થેરિયા રસીકરણ (diphtheria vaccination)નું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં 19 જુલાઈના રોજ ધોરણ-1 અને 2, 20 જુલાઈએ ધોરણ-3, 22 જુલાઈએ ધોરણ-4, 23મી જુલાઈએ ધોરણ-5, 26મી જુલાઈએ ધોરણ-6, 27મી જુલાઈએ ધોરણ-7, 29મી જુલાઈએ ધોરણ- 8, 30મી જુલાઈએ ધોરણ-9 તથા 31મી જુલાઈએ ધોરણ-10માં અભ્યાસ કરતા બાળકો અને 16 વર્ષથી નાના તમામ બાળકોને શાળામાં બોલાવી રસીકરણમાં આવરી લેવાશે.
ડિપ્થેરિયા રસીકરણની આડ અસર
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે મિશન મેઘ ધનુષ્ય અંતર્ગત ડિપ્થેરિયાની રસી માટેનું અભિયાન ચાલી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં 16 વર્ષ સુધીના પાંચ લાખથી પણ વધુ બાળકોને ડીપથેરિયા ની રસી આપવામાં કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે દિયોદર ની ગોલવી પ્રાથમિક શાળામાં પણ બાળકોને રસી આપવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક કોમલ અને દીપિકા સહિત ત્રણ વિદ્યાર્થનીઓ રસી આપતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા અચાનક ત્રણ બાળકો એક સાથે બેભાન થઈ ઢળી પડતા શાળા સંચાલકો અને આરોગ્ય વિભાગ માં દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક ત્રણેય અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે દિયોદર રેફરલહોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.આ બનાવ અંગેની જાણ થતાં જ ત્રણે બાળકોના વાલીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: ભારતની રસી સામે નહીં ટકી શકે આલ્ફા-ડેલ્ટા વેરિઅન્ટ
કયા કારણોસર આ બાળકો બેભાન થયા છે તેની તપાસ ચાલુ
દિયોદર તાલુકામાં આવેલી ગોલવી પ્રાથમિક શાળામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા ડિપ્થેરિયાની રસી આપવાની શરૂવાત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ આ રસી લીધી હતી. પરંતુ, તેમાંથી ત્રણ જેટલા બાળકો બેભાન થઈ ગયા હતા દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાળકોને બેભાન થવાનું કારણ જે રસી આપવામાં આવે છે તેની સુઈ મોટી હોય છે અને જેના કારણે બાળકો રસી લેતા ગભરાઈ જતા હોય છે જેના કારણે જ આ ત્રણ બાળકો બેભાન થયા હતા બેભાન થતાની સાથે જ અમારા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બાળકોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા અને હાલમાં કયા કારણોસર આ બાળકો બેભાન થયા છે તેની તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ડીસામાં ડિપ્થેરિયાના રોગને અટકાવવા જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક યોજાઇ
બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેેરિયાના રોગનો હાહાકારબનાસકાંઠા જિલ્લામાં વધતા જતા વાયરલ ફીવરના કારણે નાના બાળકો સૌથી વધુ બીમારીનો ભોગ બનતા હોય છે, જેના કારણે દરેક હોસ્પિટલો નાના બાળકોથી વરસાદની ઋતુમાં બીમારીથી ઉભરાઈ જતી હોય છે. જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરિયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-2019માં ડિપ્થેેરિયાના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમિાયન મોત થયા હતા. ત્યારબાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 10 બાળકોના મૃત્યુ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરિયાના 24 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યુ થયા છે.