ETV Bharat / state

ડીસામાં પીકઅપ ડાલાની ટક્કરથી બાઇક સવારનું ઘટનાસ્થળે મોત - news in Accident

ડીસા તાલુકાના મહાકાળી મંદિર નજીક પીકઅપ ડાલાની ટક્કરથી બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યાં આ અકસ્માત સર્જતાં પીકઅપ ડાલાનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

deesa
ડીસા
author img

By

Published : Oct 4, 2020, 10:34 AM IST

બનાસકાંઠા: જિલ્લામાં રોજ-બરોજ એક પછી એક નાનાં મોટા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક બાઇક સવારોએ મોતને ભેટવાનો વારો આવ્યો છે. જેમાં છેલ્લાં એક મહિનામાં વાહનની ટક્કરથી મોતને ભેટેલા અનેક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત ડીસા તાલુકામાં બન્યો હતો. જેમાં પીકઅપ ડાલાની ટક્કરે બાઈક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ડીસામાં પીકઅપ ડાલાની ટક્કરથી બાઇક સવારનું ઘટના સ્થળે મોત

આ સમગ્ર અકસ્માતની વિગત મુજબ ડીસા તાલુકાના આખોલ નજીક પીકઅપ ડાલાના ચાલકે આગળ જઇ રહેલા બાઇકને ટક્કર મારી હતી. જ્યાં બાઈક સવાર પોતાના બાઈક સાથે નીચે પટકાતા બાઇક પર સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.

ડીસા બનાસ નદીના કિનારે આવેલા મહાકાળી માતાજીના મંદિર સામે પીકઅપ ડાલાના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ડાલુ હંકારી મોટર સાયકલને ટકકર મારી હતી. આથી મોટર સાયકલ પર પાછળ બેઠેલા કૈલાશ ખુશાલભાઇ ઠાકોરનું મોત નિપજયું હતું. ત્યારબાદ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે મૃતક યુવકના પિતા ખુશાલભાઇ મોહનભાઇ ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલાના ચાલક સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.