ETV Bharat / state

ડીસા શહેરમાં બંધ મકાનમાંથી 3.5 લાખની મત્તાની ચોરી - ચોરીની ઘટના

ડીસા શહેરમાં હાઈવે પર આવેલી આકાશ વિલા સોસાયટીમાં મંગળવારે અજાણ્યા તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી હતી. જેમાં મકાનમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહિત લાખો રૂપિયાની મતાની ચોરી થઈ હતી.

ડીસામાં ચોરીની ઘટના
ડીસામાં ચોરીની ઘટના
author img

By

Published : Aug 4, 2020, 8:28 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં ચોરી થવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચોરોએ જાણે મોટી મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપવાનું નક્કી કર્યું હોય તેમ રોજબરોજ ચોરીની મોટી મોટી ઘટનાઓ સામે આવી રહી છે.

ડીસામાં ચોરીની ઘટના
તસ્કરોએ મુકેશભાઈના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો

કોરોના વાઇરસની મહામારી વચ્ચે અનેક લોકો પોતાના ધંધા-રોજગાર છોડી અને પરિવાર સાથે પોતાના વતન તરફ ચાલ્યા ગયા હતા. જેનો લાભ લઇ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી તસ્કરોએ અનેક મોટી ચોરીઓની ઘટનાઓને અંજામ આપ્યો છે.

ડીસામાં ચોરીની ઘટના
તિજોરી તોડી અંદરથી સોના-ચાંદીના દાગી અને રોકડ રકમ સહિત 3.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા

કોરોના વાઇરસની મહામારીમાં માંડ માંડ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોને પણ તસ્કરોએ છોડ્યા નથી. ડીસા શહેરમાં અત્યાર સુધી તસ્કરોએ અનેક મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી ઘટનાઓને અંજામ આપ્યો છે. ત્યારે વધુ એક ચોરી સોમવાર મોડી રાત્રે ડીસા પાલનપુર હાઈવે પર આવેલી આકાશ વિલા સોસાયટીમાં થઈ હતી. આકાશ વિલા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મકવાણા માંડ માંડ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ડીસામાં ચોરીની ઘટના
પોલીસે ફરિયાદને આધારે ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી

સોમવાર મોડી રાત્રે મુકેશભાઈ પોતાના પરિવાર સાથે ધાબા પર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન તકનો લાભ લઇ તસ્કરોએ મુકેશભાઈના મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમના ઘરમાં તસ્કરોએ પૈસા અને સોના-ચાંદીના દાગીનાની શોધખોળ શરૂ કરી હતી અને બીજા રૂમમાં પડેલી તિજોરી તોડી અંદરથી સોના-ચાંદીના દાગી અને રોકડ રકમ સહિત 3.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મંગળવાર સવારે મકાન માલિક જાગીને નીચે ઉતર્યા, ત્યારે તેમના મકાનનો દરવાજો તૂટેલો હતો. જેથી તપાસ કરતા તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી મુકેશભાઈએ તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફરિયાદને આધારે ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ડીસા શહેરમાં બંધ મકાનમાંથી 3.5 લાખની મતાની ચોરી

બીજી તરફ ચોરોને જાણે આટલા રૂપિયાની ચોરી ઓછી પડી હોય તેમ આ જ સોસાયટીમાં અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતું, પરંતુ મકાન માલિકની સતર્કતાના કારણે ચોરોને તે ઘરમાંથી કઈ પણ મેળવ્યા વગર પરત ફરવું પડ્યું હતું. ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમય ઘણા સમયથી ચોરીની ઘટનાઓના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલ ડીસા શહેરના લોકોની માગ છે કે, પોલીસ જવાનો દ્વારા રાત્રીના સમયમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તો અવાર નવાર બનતી ચોરીની ઘટનાઓ ઓછી થઈ શકે તેમ છે. હાલ સતત વધી રહેલી ચોરીની ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં થયેલી ચોરીની અન્ય ઘટનાઓ

23 જુલાઈ - ડીસામાં ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી 80 હજારની ચોરી કરી

બનાસકાંઠા: જિલ્લામાં ચોરોને લોકડાઉન ખુલ્યા બાદ જાણે ચોરી કરવા માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ જોવા મળી રહ્યું છે. કોરોના વાઇરસની મહામારીમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક લોકોની સ્થિતિ કફોડી બની ગઇ હતી. કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે દેશના વડાપ્રધાન દ્વારા જે લોકડાઉન આપવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોને રોજગારી ન મળતા પોતાના વતનની વાટ પકડી હતી. ભાડાના મકાનમાં રહેતા લોકો પોતાના પરિવાર સાથે જેમ તેમ કરી નીકળી ગયા હતાં. આવા સમયનો લાભ લઈ ચોરોએ બનાસકાંઠા જિલ્લાના અનેક મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.

16 જુલાઈ - ધાનેરામાં તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવી, લાખો રૂપિયાની ચોરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મોડી રાત્રે તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક જગ્યાએથી પણ ગાડીની ઉઠાંતરી થતા પોલીસે ત્રણેય જગ્યાએ ચોરી કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

10 જુલાઈ - બનાસકાંઠામાં તસ્કરો બન્યા બેફામ, બંધ મકાનમાંથી તસ્કરોએ સાડા ચાર લાખની કરી ચોરી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર પાસે એક ગામમાં બંધ મકાનમાં સાડા ચાર લાખની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનારા શખ્સને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

10 જૂન - ડીસા તાલુકાના રસાણા ગામે જૈન દેરાસરમાં 1 લાખથી વધુ રૂપિયાના માલ-સામાનની ચોરી

બનાસકાંઠાના રસાણા ગામે જૈન દેરાસરના પૂજારીના ઘરનું તાળું તોડી તસ્કરો 1.70 લાખની માલમતાની ઉઠાંતરી કરી ગયા હોવાની ઘટના બની હતી. જે ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

4 જૂન - બનાસકાંઠામાં ધાનેરા પોલીસે રાજ્યમાં વાહન ચોરતી ગેંગને ઝડપી

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવો બનતા પોલિસ વડા દ્વારા તમામ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ તેમજ પુછપરછ કરવા સુચના અપાઇ હતી, જેને પગલે બુધવારે શંકાસ્પદ જણાતા ત્રણ ઇસમોને પોલીસે પકડીને ઉલટ તપાસ કરતાં મોટા પ્રમાણમાં વાહન ચોરીના ગુનાઓની કબુલાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.