ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ દ્વારા સામા પાંચમ વ્રતની કરાઈ ઉજવણી

હિન્દુ ધર્મમાં તહેવારો અને વ્રતનું એક આગવું મહત્વ રહેલું છે. રવિવારના રોજ સમગ્ર દેશમાં મહિલાઓ દ્વારા સામા પાંચમ વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ મહિલાઓ દ્વારા ઋષિઓની પૂજા-અર્ચના કરી સામા પાંચમ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.

sama-pancham
બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ દ્વારા સામા પાંચમ વ્રતની કરાઈ ઉજવણી
author img

By

Published : Aug 23, 2020, 10:48 PM IST

બનાસકાઠાઃ હિન્દુ ધર્મમાં તહેવારો અને વ્રતનું એક આગવું મહત્વ રહેલું છે. રવિવારના રોજ સમગ્ર દેશમાં મહિલાઓ દ્વારા સામા પાંચમ વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ મહિલાઓ દ્વારા ઋષિઓની પૂજા-અર્ચના કરી સામા પાંચમ વ્રતની ઉજવણી કરવામાં આવી હતી.

sama-pancham
બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ દ્વારા સામા પાંચમ વ્રતની કરાઈ ઉજવણી

સામા પાંચમ વ્રતને કેમ ઉજવવામાં આવે છે તેની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર-પુત્રી સાથે રહેતો હતો. પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોંશિયાર હતો. પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી. આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે તેઓ જીવી રહ્યા હતા. પરંતુ એક વર્ષ થયું હશે ત્યા તેની પુત્રી સતમા પર દુ:ખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો હતો, જેથી સતમા દુ:ખી થઈ પિયરમાં આવી ગઈ હતી.

પુત્રીની આવી હાલત જોઈ માતા-પિતા પણ દુ:ખી થયા હતા. તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું હતું. બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું જેથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા. પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા. ધર્મના કાર્ય કરવા છતા સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી. એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા. આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી. પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી હતી, જેથી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું હતું, આથી તેને થોડી રાહત થઈ.

પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો. આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી. તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી દૂર રહેવું જોઈએ, પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો. તેથી આ ભવે તેને પાપ નડ્યું છે. આ ઉપરાંત તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી. સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી પણ કરી હતી. આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી. આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે. તે આ વ્રત ભક્તભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે. આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું હતું.

બ્રાહ્મણે કહ્યું કે, ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે. એ દિવસે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને ઘીનો દીવો-ધૂપ કરવા, ત્યાર પછી નૈવૈધમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદાગ્નિ અને અરુધતિ સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી, વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો. આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે.

સતમા પિતાએ જણાવ્યાં પ્રમાણે વ્રત કરવા લાગી. થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નિકળતું બંધ થઈ ગયું તેમજ તેની કાયા પણ સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ, તે દિવસથી સમગ્ર ભારતભરમાં સામાં પાચમની ઉજવણી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે-અજાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું જે બાદ સાત ઋષિની પૂજા અર્ચના કરવામાં આવે છે, ત્યારે રવિવારના રોજ સામાં પાંચમની ઉજવણી બનાસકાંઠા જિલ્લામાં પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.