- રાજસ્થાનમાં લોકડાઉન લંબાયું
- રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી
- તમામ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી બોર્ડરને સીલ જ રાખવામાં આવી
બનાસકાંઠા: રાજસ્થાનમાં લોકડાઉન લંબાવામાં આવ્યું છે. ફરી અંબાજી નજીક રાજસ્થાનની સરહદ છાપરી ચેકપોસ્ટથી અવરજવર થતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી બોર્ડરને સીલ જ રાખવામાં આવી છે. આગામી 8 જૂન સુધી 15 દિવસનુ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. જેને લઈને રાજસ્થાન રોડવેઝ સહિત ગુજરાત ST નિગમની બસોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બિહારમાં 1લી જૂન સુધી વધારવામાં આવ્યુ લોકડાઉન
આગામી 8 જૂન સુધી 15 દિવસનુ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું
આગામી 8 જૂન સુધી 15 દિવસનુ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું. ખાનગી વાહનોને RT-PCR ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. જયારે ખાનગી વાહનોને અતિ આવશ્યકતા વાળાઓને RT-PCR જેવા જરૂરી દસ્તાવેજો ચકાસીને જ રાજસ્થાનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ખાનગી વાહનોમાં જતા મુસાફરો પાસે પોતાના કોરોનાના RT- PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવવા ફરજ પડાઇ છે.
આ પણ વાંચો: મિની લોકડાઉનને લઈને જામનગર વેપારી મહામંડળનો મુખ્યપ્રધાનને પત્ર
ST નિગમની બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ
હાલમાં કોરોનાની ત્રીજી લહેર આવે નહીં તેના માટે કોરોનાની ચેઇન તોડવા ગુજરાતમાંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારના આ પગલાંને કોરોનાને કંટ્રોલ કરવા જરૂરી માનવામાં આવી રહ્યું છે. ગુજરાત માંથી માઉન્ટ આબુ તરફ જતા વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ST નિગમની બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો.