- ધાનેરામાં મુખ્ય હાઈ-વેના કામકાજથી લોકો પરેશાન
- અગાઉ પણ સ્થાનિક લોકોએ કર્યો હતો હંગામો
- આજે ફરી એકવાર સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ
- ધાનેરાના ધારાસભ્યએ સમજાવતા મામલો થાળે પડ્યો
- ધાનેરામાં મુખ્ય હાઈ-વેના કામકાજથી લોકો પરેશાન
બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાના વિકાસનાં કામો કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા ઘણા વર્ષોથી ધાનેરામાં પુલની માંગણીને લઇને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ધાનેરામાં લોકોને વર્ષો જૂની સમસ્યા દૂર થાય તે અંતર્ગત નવા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યો હતું અને હાલમાં પુરજોશમાં આ પુલનું કામ ચાલી રહ્યું છે પરંતુ હાલમાં છેલ્લા પેપરથી આપણું કામ ધીમી ગતિએ ચાલતો હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મામલે અગાઉ પણ સ્થાનિક લોકો દ્વારા પુલનું કામ ઝડપી કરવા માટે રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતું. તેમ છતાં પણ ધીમી ગતિએ કામ ચાલતું હોવાથી હાલ લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે.
આજે ફરી એકવાર સ્થાનિક લોકોએ રસ્તો કર્યો ચક્કાજામ
ધાનેરા પાસે આવેલા સામરવાડાના ગ્રામજનોએ આજે હાઇવે પર ચક્કાજામ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધાનેરામાં અત્યારે મુખ્ય હાઈ-વેનું કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે મુખ્ય હાઇવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો માટે સામરવાડા ગામ પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દિવસ દરમિયાન હજારો વાહનો સામરવાડાના સિંગલ પટ્ટી માર્ગ પરથી પસાર થતા આ માર્ગ પણ હવે ખરાબ થઈ ગયો છે. જે મામલે સ્થાનિક ગ્રામજનોએ હાઇવે ઓથોરિટી અને નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કર્યા બાદ પણ આ માર્ગ રીપેર કરવામાં આવ્યો નથી. જેથી ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું હતુ. ખરાબ માર્ગથી કંટાળેલા લોકો આજે રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. 500થી પણ વધુ લોકોએ રોડ પર ચક્કાજામ કરતાં જ સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ દોડી આવ્યા હતા જોકે રોડ મામલે વાતચીત કરવા જતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ધાનેરાના ધારાસભ્યએ સમજાવતા મામલો થાળે પડ્યો
આ સમગ્ર ચક્કાજામ દરમિયાન ધારાસભ્ય નથાભાઇ પટેલે ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય નથાભાઇ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી અણઘડ વહીવટના કારણે ગ્રામજનો હેરાન થતા હોવાનું જણાવ્યું છે.