ETV Bharat / state

13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના: આરોપી આધેડને ફાંસીની સજા થાય તેવી લોકમાગ - crime news in Banaskantha

બનાસકાંઠાના લાખણી તાલુકામાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે થરાદમાં જાગૃત નાગરીકોએ દુષ્કર્મ આચરનાર આરોપી આધેડને ફાંસીની સજા થાય તેવી માગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

13 month old Girl rape Incident
13 month old Girl rape Incident
author img

By

Published : Mar 17, 2021, 1:27 PM IST

  • લાખણીના ખેરોલા ગામમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
  • થરાદ પંથકના લોકોએ નાયબ કલેકટરને આપ્યું આવેદનપત્ર
  • દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા થાય તે માટેની માગ સાથે અપાયું આવેદનપત્ર

બનાસકાંઠા: જિલ્લામાં દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના લાખણી પંથકના એક ગામના ખેતરમાં કામ કરતા આધેડ વયના ખેડૂતે 13 માસની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર પંથકના લોકો ખેતર માલિક સામે ફિટકાર વરસાવી રહ્યાં છે. સમગ્ર મામલે આગથળા પોલીસ મથકે ખેતર માલિક સામે ગુનો નોંધાતા પોલીસે ખેતર માલિકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે બનાવને પગલે થરાદ પંથકના લોકોએ દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા થાય તે માટે નાયબ કલેકટર થરાદને આવેદનપત્ર આપ્યું હતુ.

આરોપી આધેડને ફાંસીની સજા થાય તેવી લોકમાગ

આ પણ વાંચો: 13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા થાય તે માટેની માગ સાથે આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠાના લાખણી તાલુકાના ખેરોલા ગામે તારીખ 14 માર્ચ 2021ના રોજ 13 માસની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને મૃત્યુદંડ ફાંસીની સજા થાય તેવી માગ સાથે થરાદ પંથકના લોકોએ નાયબ કલેકટર થરાદને આવેદનપત્ર આપ્યું હતું.

13 month old Girl rape Incident
આરોપી આધેડને ફાંસીની સજા થાય તેવી માગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

થરાદ પંથકના લોકોએ નાયબ કલેકટરની આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાના ઉટવેલીયા ગામની 13 માસની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફાંસીની સજા થાય તે માટે થરાદ પંથકના લોકોએ નાયબ કલેકટર થરાદ ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જો કે, આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ભારત સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ 13 માસની બાળા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ છે એ આરોપીને વહેલી તકે મૃત્યુદંડ ફાંસીની સજા આપવામાં આવે. તેમજ આવી ઘટના બીજે ક્યાંય ના બને તેને રોકવા માટે સરકારની વિનંતી કરીએ છીએ.

આ પણ વાંચો: 4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.