- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો
- દેવ દિવાળી નિમિત્તે ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે મેળો યોજાયો
- મેળામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર રાજ્યમાં દિવસેને-દિવસે કોરોનાવાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલમાં એક તરફ ઠંડીની શરૂઆત થતા કોરોનાવાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ હાલમાં લગ્નની મોસમ શરૂ થઈ છે જેના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો બજારોમાં લગ્નની ખરીદી કરવામાં મસ્ત બન્યા છે. ત્યારે લોકો માસ્ક પહેર્યા વગર જ ખરીદી કરી રહ્યા છે. સાથે લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવી રહ્યા નથી. જેના કારણે હાલમાં રોજના 70થી પણ વધુ કોરોનાવાયરસના કેસો રોજના સામે આવી રહ્યા છે.
બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે ભરાતા ભાતીગળ મેળા આ વર્ષે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. છતા પણ લોકોને જાણે સરકારની ગાઇડ લાઇનની કોઈ જરૂર ન હોય તેવુ સરહદી બનાસકાંઠા જિલ્લાના ઢીમા ગામે જોવા મળ્યું હતું. ઢીમા ગામે દર વર્ષે દેવ દિવાળીના પર્વ નિમિત્તે અને પૂનમ હોવાના કારણે ધરણીધર ભગવાનના મંદિરે મેળો ભરાય છે પરંતુ આ વર્ષે સરકાર દ્વારા તમામ મેળા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હોવા છતા પણ ઢીમાં ધરણીધરના ટ્રસ્ટીઓને જાણે લોકોની ના પડી હોય તેવા આજે દર્શય જોવા મળ્યા હતા.
કોરોના મહામારીના કારણે વારંવાર આરોગ્ય વિભાગ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ આજે ઢીમા ખાતે ભરાયેલા ધરણીધર ભગવાનના મેળાને જોતા સ્પષ્ટ પણે કહી શકાય કે અહીંના સંચાલકોને જાણે કોરોના વાયરસથી કઈ લેવાદેવા ન હોય.
મેળાના કારણે કોરોના કેસમાં વધારો થવાની શક્યતાઓ
આજે યોજાયેલા આ મેળાના કારણે આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થાય તો નવાઇ નહીં. ત્યારે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા મેળાઓ યોજાતા ટ્રસ્ટીઓ અને સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં યોજાનાર મેળાઓ અટકી શકે તેમ છે.