ETV Bharat / state

બનાસકાંઠા: ઠંડીની શરૂઆત થતાં જ બીમારીમાં વધારો, ડીસાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયું

હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના 300થી પણ વધુ ઠંડીના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

ઠંડીની શરૂઆત થતા જ બીમારીમાં વધારો, ડીસા સિવિલ દર્દીઓથી ઉભરાયુ

author img

By

Published : Nov 21, 2020, 11:14 AM IST

  • બનાસકાંઠામાં ઠંડીની શરૂઆત
  • ઠંડીના કારણે બિમારીમાં વધારો
  • સિવિલ હોસ્પિટલમાં તાવ, ખાંસી અને શરદીની બીમારીના દર્દીઓમાં વધારો
  • નાના બાળકોને સુરક્ષિત રાખવા ડોક્ટરની સલાહ

બનાસકાંઠા: હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જેથી છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના 300થી પણ વધુ ઠંડીના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

ઠંડી પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધ્યું

દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. જેના કારણે જાહેર માર્ગો પર લોકોની સવાર અને સાંજ ખૂબ જ ઓછી અવરજવર દેખાઈ રહી છે. આમ તો શરીર માટે ઠંડી ખૂબ જ ફાયદાકારક હોય છે. લોકો પોતાના શરીર તંદુરસ્ત રાખવા માટે સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે.પરંતુ ક્યારેક વધારે ઠંડી પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતથી જ ઠંડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ઠંડીએ બનાસકાંઠા જિલ્લાને ઠુંઠવાતું કરી દીધું છે.

ઠંડીની શરૂઆત થતા જ બીમારીમાં વધારો, ડીસા સિવિલ દર્દીઓથી ઉભરાયુ

રોજના 300થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે

શિયાળામાં ખાસ કરીને લોકોમાં શ્વાસની બીમારી ખૂબ જ વધારે જોવા મળે છે. તે ઉપરાંત તાવ, શરદી,ખાંસી જે બીમારીઓ પણ જોવા મળે છે.અત્યારે વાત કરવામાં આવે તો ડીસા સરકારી હોસ્પિટલમાં જનરલ બીમારીઓના રોજના 300થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે આ બીમારીઓથી રક્ષણ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે હાલમાં એક તરફ કોરોના વાયરસની બીમારી છે અને બીજી તરફ ઠંડીએ પોતાનું જોર પકડ્યું છે. ત્યારે શરૂઆતમાં ગરમી બાદ ઠંડીની શરૂઆત થતા જ હાલ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે લોકોએ બીમારીથી બચવા માટે ગરમ પાણી પીવું જોઈએ. પોતાનું શરીર ગરમ કપડાંથી ઢાંકીને રાખવું જેથી ઠંડીથી રક્ષણ મેળવી અને બીમારીઓથી બચી શકાય.

સિવિલ હોસ્પિટલમાં તાવ, ખાંસી અને શરદીની બીમારીના દર્દીઓમાં વધારો

ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાની ઠંડી પડતાની સાથે જ હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો તાવ શરદી અને ખાંસીના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. હાલમાં ડીસા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રોજના 300થી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. ડીસા તાલુકામાં દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ સૌથી વધુ ઠંડી પડતી હોવાના કારણે ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ બીમારીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હજુ પણ આગામી સમયમાં જો ઠંડીનું જોર વધશે તો બીમારીમાં વધારો થઈ શકે તેમ છે.

નાના બાળકોને સુરક્ષિત રાખવા ડોક્ટરની સલાહ

શિયાળાની ઠંડીની સૌથી વધુ અસર નાના બાળકો અને 50 વર્ષથી ઉપરના લોકો પર વધુ થાય છે. હાલમાં પ્રથમ તબક્કાની ઠંડીના કારણે સૌથી વધુ બીમાર નાના બાળકો થાય છે ત્યારે આવા સમયે નાના બાળકોને ઠંડી સામે રક્ષણ મળી શકે તે માટે ગરમ કપડાં પહેરાવીને રાખવા જોઈએ તે ઉપરાંત 50 વર્ષથી ઉપરના લોકોએ ઘરની બહાર નીકળી આયુર્વેદિક વસ્તુનો વધુમાં વધુ ખાવામાં ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ઠંડી સામે રક્ષણ મેળવી શકાય. બીજી તરફ જે લોકો તંદુરસ્ત રહેવા માંગે છે તે લોકો સવારે ફરજિયાત મોર્નિંગ વોક કરવું જોઈએ અને કસરત સૌથી વધુ ઠંડી સામે રક્ષણ આપે છે. હાલમાં પડી રહેલી ઠંડી સામે રક્ષણ મેળવવા તમામ લોકોએ પોતાની કાળજી રાખવી જેનાથી આવનારા સમયે બીમારીઓથી બચી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.