હિંમતનગર: લોકડાઉનમાં ડાયૅલિસિસના દર્દીઓ માટે સિવિલનો ડાયૅલિસિસ વિભાગ આશિર્વાદરૂપ બન્યો છે, જેમાં સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા માસમાં ડાયૅલિસિસ વિભાગે 98 દર્દીઓના 2233 વખત ડાયૅલિસિસ કરી એક નવો આયામ ઉભો કર્યો છે.
સાબરકાંઠાની મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે 18 માર્ચ 2003 થી ડાયૅલિસિસ વિભાગ કાર્યરત થયો છે. આ વિભાગ દ્વારા 3000 જેટલા દર્દીઓને 43,121 વખત ડાયૅલિસિસ વિના મૂલ્ય કરાવી સરકારી સેવાનો લાભ લીધો છે તેમજ 2017(પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)ના ધોરણે ચાલતા સિમ બાયોસિસ હેલ્થકેર દ્વારા ડાયૅલિસિસ કાર્યરત છે.
લોકડાઉનના સમયમાં 98 જેટલા દર્દીઓના 2233 વખત ડાયૅલિસિસ કરવામાં આવ્યા હતા. આ વિભાગ દ્વારા શરૂઆત થી જ (ફ્રી ઓફ કોસ્ટ) યુઝ એન્ડ થ્રો ડાયૅલિસિસ કીટનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
જોકે ડાયૅલિસિસ સેન્ટરની સિવિલ હોસ્પિટલમાં શરૂઆત થતા લોક ડાઉન દરમિયાન દરેક દર્દીઓ માટે ખૂબ જ ફાયદેમંદ સારવાર થઈ રહી છે તેમજ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓના લોકો પણ હવે સાબરકાંઠા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા થયા છે.
લોકડાઉન સમયગાળા દરમ્યાન 2233 જેટલા ડાયૅલિસિસ કરવામાં આવ્યા છે તેમજ માર્ચ મહિનાથી લઈને કોવિડ-19 ના દર્દીઓ માટે અલગથી 3 મશીન ફાળવીને આઇશોલેશન વોર્ડમાં ડાયૅલિસિસ કરવામાં આવે છે.