ETV Bharat / state

બનાસ નદીમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ, રેસ્ક્યુ કરી દાંતીવાડા ડેમમાં છોડાયો - પ્રાણી બચાવો અભિયાન

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં મોડી રાત્રે મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જે બાદ ભારે જહેમત બાદ આ મગરને રેસ્ક્યુ કરી દાંતીવાડા ડેમમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Dantiwada dama
Dantiwada dama
author img

By

Published : Jul 20, 2020, 7:48 PM IST

બનાસકાંઠાઃ અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં મોડી રાત્રે મગર દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, આ બાબતે વન વિભાગને જાણ કરતા તેમની ટીમ તાત્કાલિક નદી વિસ્તારમાં પહોંચી હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા મગરને પકડીને દાંતીવાડા ડેમમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Dantiwada dama
રેસ્ક્યુ કરી દાંતીવાડા ડેમમાં છોડાયો

બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું નથી, જેના કારણે આ વર્ષે પાણીની લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડે તેવું લાગી રહ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડેમ અને નદીઓ પાણી વગર કોરી પડી હોવાથી પાણી જન્ય જીવજંતુઓ પાણી વગર બહાર આવી રહ્યા છે. ખાસ કરીને અમીરગઢ અને ઈકબાલગઢ તાલુકોએ બનાસ નદીના કિનારે વસેલા છે. જેના કારણે અવાર નવાર આ તાલુકાઓમાં મગર જોવા મળે છે. ત્યારે હાલમાં બનાસ નદીમાં પાણી ન હોવાને કારણે હવે પાણીજન્ય જીવજતુઓ બહાર આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Dantiwada dama
બનાસ નદીમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ

અમીરગઢ પાસે આવેલી બનાસ નદીમાં મોડી રાત્રે મગર દેખાયો હતો. રાત્રિના સમયે પસાર થતાં ખેડૂતોએ મગર દેખાતા ની સાથે જ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે આવી હતી. 5 ફુટ લાંબા મગરને પકડી લીધો હતો. અત્યારે રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં પાણી આવ્યું હતું. આ પાણી સાથે જ મગર આવી ગયો હોવાનુ અનુમાન છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે મગરને પકડીને હાલમાં દાંતીવાડા ડેમમાં છોડતા સ્થાનિક લોકોએ રાહતના શ્વાસ લીધા છે.

વન વિભાગની ટીમ દ્વારા મગરને પકડીને દાંતીવાડા ડેમમાં છોડી મુકવામાં આવ્યો

10 નવેમ્બર, 2019- દાંતીવાડા કેનાલમાંથી મગરને રેસ્ક્યુ કરાયો

બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટા જંગલો આવેલા છે. જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ ઠેર-ઠેર જોવા મળતા હોય છે. કેટલીકવાર પોતાના ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવી જતા હોય છે. જેના કારણે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ લોકોને નુકસાન પણ કરતા હોય છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી અનેકવાર મગરો બહાર નીકળી આજુબાજુના ગામોમાં તેમજ શહેરોમાં જોવા મળતા હોય છે. જેના કારણે ગામલોકોમાં આવા જંગલી પ્રાણીઓ અને મગર દેખાતા ભયનો માહોલ જોવા મળે છે.

છેલ્લા એક અઠવાડિયામાં દાંતીવાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી મગર મળી આવતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાત્રીના સમયે દાંતીવાડાની મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જ્યાં છેલ્લા ઘણા સમયથી પ્રાણી બચાવો અભિયાન ચલાવતા ઉર્વિશ સોલંકી અને તેમની ટીમને દાંતીવાડા તાલુકામાંથી મગર પકડવા માટેનો કોલ આવતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરની શોધખોળ હાથ ધરી હતી.

દાંતીવાડા ડેમની કેનાલમાં મગર દેખાતા પ્રાણી બચાવો અભિયાનની ટીમ દ્વારા મગર પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટના મગરને પકડવામાં આવ્યો હતો. જે બાદ આ મગરને દાંતીવાડા ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં આ મગરને સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.