ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં ધંધા-રોજગાર ચાલુ રાખવા નેગેટિવ રિપોર્ટ ફરજિયાત - negative report

હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા માટે હવે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં જે પણ વેપારીઓ અને નાના-મોટા ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ ધંધા-રોજગાર ચાલુ રાખવા માટે ફરજિયાત પોતાનો રિપોર્ટ નેગેટિવ સાથે રાખવો પડશે.

વધતા જતા કોરોના કેસને લઈ વહીવટી તંત્ર એલર્ટ

author img

By

Published : Apr 19, 2021, 7:17 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો
  • વધતા જતા કોરોના કેસને લઈ વહીવટી તંત્ર એલર્ટ
  • કોરોના વાઈરસના કેસ અટકાવવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

બનાસકાંઠા: જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે લગ્નની સિઝન આવી રહી છે. જેના કારણે લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ખરીદી કરવા આવતા બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈ બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીની લારી, રિક્ષા, ટેલી-કેબવાળા, પાનના ગલ્લા, ચાની કિટલી, દુકાન, હેર સલૂન તથા બ્યુટી પાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી, સુથાર, લુહાર, ઈલેકટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયનો, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્લેક્ષમાં કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો

આ પણ વાંચો: સ્પીડ લિમિટને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

રિપોર્ટ ધંધાના સ્થળે ફરજિયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તાર તથા કાંકરેજના મહેસુલી વિસ્તારમાં આવતા વ્યક્તિઓએ તેમને કોવિડ નેગેટીવ હોય તે બાબતનો દસ દિવસથી વધુ સમયનો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજિયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. આ જાહેરનામું શાકભાજીના છુટક/જથ્થાબંધ વિક્રેતા, હોટલ/રેસ્ટોરન્ટમાં કામ કરતાં તમામ, ખાણી-પીણીની લારી ગલ્લાવાળા, રિક્ષા/ટેલી-કેબવાળા/ભાડે ફરતાં વાહનોના ડ્રાઈવર, ક્લિનર, પાનના ગલ્લાવાળા/ચાની કિટલી/દુકાન, હેર સલૂન તથા બ્યુટી પાર્લરમાં કામ કરતાં લોકો, ખાનગી સિક્યુરીટી એજન્સીના ગાર્ડસ તથા સ્ટાફ સ્વરોજગાર મેળવતા કારીગરો જેવા કે સુથાર, લુહાર, ઈલેકટ્રિશિયન, પ્લમ્બર, ટેક્નિશિયનો વિગેરે શોપિંગ મોલ અને શોપિંગ કોમ્લેક્ષમાં વેચાણ વિતરણ કરતાં લોકોને પાલનપુર, ડીસા, પાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તારમાં બનાસકાંઠા તથા તાણા ગામના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે.

આ પણ વાંચો: જિલ્લામાં વધતા કોરોના કેસોના સંદર્ભમાં બનાસડેરીએ પશુપાલકો માટે જાહેરનામું બહાર પાડ્યું

જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે ફરીયાદ કરાશે

કોવિડ-19 અંતર્ગતની રસીનો ડોઝ લીધેલો હશે તે લોકોને લાગુ પડશે નહીં. રસીકરણ બદલનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારી તરફથી માંગવાથી રજૂ કરવાનું રહેશે. આ હુકમ 22 એપ્રિલ થી 9 મે સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનારા તમામ પોલીસ અધિકારીઓને તથા સંબંધિત નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ નગરપાલિકાના વર્ગ-3ના દરજ્જા સુધીના તમામ કર્મચારીને આ જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે IPC એક્ટ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ એક્ટ 135 મુજબ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.