ETV Bharat / state

થરાદના બસ કંડક્ટરને થયો મ્યુકોરમાઈકોસીસ, સરકાર પાસે માગી મદદ

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં થરાદના એક બસ કંડક્ટરને પણ મ્યુકોરમાઇકોસીસ થતા અત્યાર સુધી તેઓ 11 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે અને હજી પણ સારવારનો ખર્ચ ચાલુ છે. ત્યારે અન્ય કર્મચારીઓ પણ આ બસ કંડક્ટરની જેમ આર્થિક રીતે હેરાન ન થાય તે માટે તમામ બસ કર્મચારીઓની મેડિકલ સારવાર ફ્રી થાય અને સરકાર સહાય આપે તેવી માગ કરી રહ્યા છે.

author img

By

Published : May 31, 2021, 12:13 PM IST

થરાદના બસ કંડક્ટરને થયો મ્યુકોરમાઈકોસીસ, સરકાર પાસે માગી મદદ
થરાદના બસ કંડક્ટરને થયો મ્યુકોરમાઈકોસીસ, સરકાર પાસે માગી મદદ
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસના કેસ સામે આવ્યા
  • થરાદના બસ કંડકટરો કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસના ભરડામાં
  • બસ કંડકટરે સારવાર પાછળ અત્યાર સુધી 11 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ
  • બસ કંડક્ટર સહિત પરિવારે સરકાર પાસે સહાયની કરી માગ

બનાસકાંઠાઃ જિલ્લામાં ચાલુ વર્ષે કોરોના વાઈરસની મહામારીએ ચારે બાજુ હાહાકાર મચાવી દીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીની શરૂઆત 50થી થઈ હતી, પરંતુ જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું હતું. તેના કારણે દિવસે દિવસે 200થી પણ વધુ કેસ સામે આવ્યા હતા. વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી, જેના કારણે સતત ઓક્સિજન અને ઈન્જેક્શનની અછત વર્તાઈ હતી અને આ અછતના કારણે અને સમયસર દર્દીઓને સારવાર ન મળતાં અનેક લોકોના મોત નીપજ્યા હતા ત્યારે હજી તો કોરોના વાઈરસના કેસમાં ઘટાડો થયો છે.

બસ કંડકટરે સારવાર પાછળ અત્યાર સુધી 11 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ

આ પણ વાંચો- મોરબી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ

જિલ્લામાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવા રજૂઆત

બનાસકાંઠા જિલ્લામાં હજી પણ મ્યુકોરમાઇકોસીસના કેસ વધવાની શક્યતા છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ શરુ કરવામાં આવે તે માટે ડોક્ટરો દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

થરાદના બસ કંડકટરો કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસના ભરડામાં

આ પણ વાંચો- સૌથી નાની વયની બાળકીમાં મ્યુકરમાઈકોસિસ, રાજકોટ સિવિલમાં કરાઈ સર્જરી

થરાદનો બસ કંડક્ટર બન્યો મ્યુકોરમાઇકોસીસનો શિકાર

થરાદના સણાવિયા ગામમાં રહેતા પથુભાઈ ચૌહાણ છેલ્લા 5 વર્ષથી બસ કંડક્ટર તરીકે નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થરાદ ડેપો ખાતે ફરજ બજાવતા પથુભાઈનો પગાર અત્યારે 16,000 રૂપિયા છે. તેવામાં કોરોના મહામારીના બીજા વેવનો તેઓ પણ શિકાર બન્યા હતા. જોકે, 25થી 30,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યા બાદ કોરોનામાંથી તો તેઓ બહાર આવી ગયા, પરંતુ ત્યારબાદ તેમને મ્યુકોરમાઇકોસીસ થતાં તેઓની હાલત દયનીય બની છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસીસના કેસ સામે આવ્યા

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાવી સારવાર

થરાદના બસ કંડકટરને મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ થતા તેઓ તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. ખર્ચ ખૂબ જ વધારે હોવાથી તેઓએ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખૂબ જ ફર્યા હતા, પરંતુ કોઈ જગ્યાએ મેળ ન પડતા આખરે તેઓએ લાખો રૂપિયા ખર્ચીને પણ આ રોગની સારવાર કરાવવી પડી. માત્ર 16,000 રૂપિયામાં નોકરી કરતા પથુભાઈને આ રોગ થતા તેમનો પરિવાર પણ આર્થિક રીતે ભાંગી પડ્યો હતો. પોતાના પૂત્રની સારવાર પૈસા વગર કઈ રીતે કરાવી તેની ચિંતા તેઓને સતાવી રહી હતી

થરાદના કંડક્ટરને સારવાર માટે રઝળવું પડ્યું

આમ, તેમ આ પરિવાર પોતાના પૂત્રની સારવાર માટે અનેક હોસ્પિટલમાં ફર્યો હતો. લોકો સુરક્ષિત યાત્રા કરે તે માટે બસ કંડક્ટરો રાતદિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર બસમાં ફરજ બજાવે છે ત્યારે થરાદના બસ કંડક્ટર પથુભાઈને મ્યુકોરમાઇકોસીસની સારવાર લેવા આમ તેમ રઝળવું પડ્યું હતું.

બસ કર્મચારી યુનિયનની અનોખી સેવા

થરાદના બસ કંડકટરને મ્યુકોરમાઇકોસીસની બીમારી થતા લાખો રૂપિયાની સારવાર માટે જરૂરિયાત હતી. તે સમયે બસ કર્મચારીઓનું યુનિયન તેમની વહારે આવ્યું અને 9,00,000 રૂપિયાની માતબર રકમ એકઠી કરી તેમને સારવાર માટે સહાય કરી હતી. જોકે, અત્યાર સુધી પથુભાઈનો પરિવાર 11 લાખ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યો છે અને હજી 100 જેટલા ઈન્ફોટેરેસિન બી ઈન્જેકશનની જરૂરિયાત હોવાથી સારવારનો ખર્ચ ચાલુ જ છે.

સરકાર પાસે સહાયની માગ કરાઈ

પથુભાઈ આ રોગમાં સપડાતાં તેમનો પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો ત્યારે હવે અન્ય કોઈ સરકારી કર્મચારી આવા જીવલેણ રોગમાં સપડાય તો તેનો પરિવાર આર્થિક રીતે હેરાન ન થાય તે માટે પથુભાઈના પરિવારજનો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. તેમ જ તમામ સરકારી કર્મચારીઓને મેડિકલ સારવાર વિનામૂલ્યે મળે અને કોઈ જાનહાની થાય તો સરકાર આર્થિક સહાય આપે તેવી માગ પથુભાઈના પરિવારજનો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.