નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂ અને માલદીવની ફર્સ્ટ લેડી સાજિદા મોહમ્મદ પોતાની પાંચ દિવસીય યાત્રા પર ભારતની મુલાકાતે આવ્યાં છે, ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેમનું રાજકીય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ મુઈઝુ રાષ્ટ્રપતિ મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે.
મુઈઝુની મુલાકાત પહેલા એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. માલદીવમાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ મુઇજ્જૂની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે, જે દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે.
#WATCH | Maldives President Mohamed Muizzu and First Lady of Maldives, Sajidha Mohamed arrive at Delhi airport.
— ANI (@ANI) October 6, 2024
During this visit, President Muizzu will hold meetings with President Murmu, Prime Minister Narendra Modi and other senior officials. pic.twitter.com/ei5CtjrD5s
જૂનમાં કર્યો હતો પ્રવાસ
આ વર્ષની શરૂઆતમાં, માલદીવના રાષ્ટ્રપતિએ 9 જૂને અહીં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દુબઈમાં COP28 શિખર સંમેલન દરમિયાન પણ તેઓ પીએમ મોદીને પણ મળ્યા હતા.
Official Spokesperson, Ministry of External Affairs, Randhir Jaiswal tweets, " a warm welcome to president mohammed muizzu of maldives as he arrives in new delhi on a state visit to india. received by mos kv singh at the airport. the visit will provide further boost to this… pic.twitter.com/lUASS3YS1y
— ANI (@ANI) October 6, 2024
દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર ચર્ચા
માલદીવના રાષ્ટ્રપતિના કાર્યાલયે જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ડૉ. મુઈઝૂ એવા દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે જે માલદીવના વિકાસ અને વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેથી રાષ્ટ્ર માટે ગતિશીલ અને સક્રિય વિદેશ નીતિ સુનિશ્ચિત કરી શકાય. ચર્ચા દ્વિપક્ષીય સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે "બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને મજબૂત અને વધુ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે."
વિદેશ મંત્રાલયે કહ્યું કે માલદીવના રાષ્ટ્રપતિ તેમના દેશના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ બિઝનેસ મીટિંગ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "આ મુલાકાત ભારત માલદીવ સાથેના તેના સંબંધોને જે મહત્વ આપે છે તે દર્શાવે છે. આનાથી બંને દેશો વચ્ચેના સહયોગ અને લોકો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ વેગ મળશે.