ચેન્નાઈ: ચેન્નાઈમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા આયોજિત એર શો જોવા આવેલા 4 દર્શકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયાં છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચેન્નાઈના મરિના બીચ પર ભારતીય વાયુસેના દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
230થી વધુ લોકોને થયું ડિહાઈડ્રેશન: ચેન્નાઈના મરિના બીચ પર ભારતીય વાયુસેના (IAF) દ્વારા એર શોનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, આ દરમિયાન એક વૃદ્ધ સહિત ચાર લોકોના ભારે ભીડને કારણે મૃત્યું થયું હોવાનું જાણવા મળ્યું છે. ભવ્ય અને રોમાંચક હવાઈ પ્રદર્શન હોવા છતાં,કાર્યક્રમ સ્થળ પર પાણી અને તબીબી સહાય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે ઘણા લોકો સખત ગરમીના કારણે આશરે 230 થી વધુ લોકો ડિહાઇડ્રેશનને કારણે બેહોંશ થઈ ગયા હતા.
4 દર્શકોએ જીવ ગુમાવ્યો: જ્હોન (56), કાર્તિકેયન, શ્રીનિવાસન અને દિનેશ કુમારને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ તેમણે જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ ઈવેન્ટ મેનેજમેન્ટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં લોકોએ આટલા મોટી સંખ્યામાં હોવા છતાં આયોજનના અભાવની વાત કરી રહ્યાં છે.
#WATCH | Chennai, Tamil Nadu | A woman seen being evacuated from a huge rush at the Mega Air Show on Marina Beach ahead of the 92nd Indian Air Force Day.
— ANI (@ANI) October 6, 2024
There are reports of attendees fainting, rushed to the hospital due to heavy crowd presence and heat. pic.twitter.com/SgNEhuTnUH
15 લાખથી વધુ લોકો એર શો જોવા ઉમટ્યા: એર શો જોવા માટે 15 લાખથી વધુ લોકો એકઠા થયા હતા, જેના કારણે રસ્તાઓ પર ભીડ જોવા મળી હતી અને પરિવહનની સેવા આંશિક રીતે ખોરવાઈ હતી.. ઘણા લોકોને મેટ્રો અને રેલ્વે સ્ટેશનો સુધી પહોંચવા માટે ખુબ દૂર સુધી ચાલવાની ફરજ પડી હતી. એમ્બ્યુલન્સને ભીડભાડવાળી શેરીઓમાંથી સમયસર મદદ મેળવવા માટે સખત જહેમત કરવી પડી હતી. ચેન્નાઈ પોલીસના પ્રયત્નો છતાં, ઈમરજન્સી સેવાઓ ભીડને પહોંચી વળવામાં અસમર્થ રહી હતી.