ETV Bharat / state

ડીસામાં ઉતરાયણ પર્વે મૃત્યુ પામેલા પક્ષીઓની દફનવિધિ કરાઈ

બનાસકાંઠા: ઉત્તરાયણ એ પતંગ ચગાવીને પોતાનો આનંદ ઉત્સાહ મનાવવાનો ઉત્સવ છે. લોકો મોટા પ્રમાણમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવતા હોય છે. પરંતુ આ પતંગની દોરી પક્ષીઓ માટે મોત સમોવડી બને છે. ત્યારે ડીસામાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા મૃત પક્ષીઓની દફનવિધિ કરવામાં આવી હતી.

deesa
બનાસકાંઠા
author img

By

Published : Jan 16, 2020, 9:17 PM IST

ઉત્તરાયણને લઇ લોકો સવારથી જ અગાસી પર ચડી પતંગ ચગાવતા હોય છે. પરંતુ વહેલી સવારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય છે. તે સમય દરમિયાન પક્ષીઓ પતંગની દોરીના સંપર્કમાં આવતા તેમની પાંખ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થાય છે. ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ થતાં પક્ષીઓને બચાવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ સહીત સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સેવાભાવી સંસ્થાઓ સાથે મળી સરકારી તંત્ર દ્વારા પક્ષીઓને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઉતરાયણ અને ઉતરાયણના બીજા દિવસે 120 જેટલા ઘાયલ પક્ષીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 27 જેટલા પક્ષીઓ મોતને ભેટયા હતા. આ તમામ પક્ષીઓને ડીસા ફોરેસ્ટ ઓફિસ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી.

ડીસામાં 27 પક્ષીઓની દફનવિધિ કરાઈ

પતંગ ચગાવવાનો યુવાનોમાં ભારે ઉત્સાહ હોય છે. પરંતુ અનેક યુવાનોએ ઉત્તરાયણ ન મનાવી ઘાયલ પક્ષીઓની સેવા કરી હતી. ઉતરાયણના દિવસથી બીજા દિવસ સુધી તમામ પક્ષીઓને સારવાર આપી હતી. ત્યારે આ અંગે ડીસા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ઉતરાયણ પહેલા પક્ષી બચાવો માટે અનેકવિધ જાહેરાતો બહાર પાડવામાં આવે છે. લોકોએ પોતાની જાતે જ સવારે અને સાંજે પતંગ ચગાવી આ પક્ષીઓને બચાવવા માટેની કામગીરી કરવી જોઈએ. જેના કારણે અબોલ પક્ષીઓની જિંદગી બચી શકે તેમ છે. ત્યારે ડીસા ખાતે 127 જેટલા પક્ષીઓને સારવાર આપી તેમને નવું જીવન દાન આપવામાં આવ્યું હતું. જ્યારે 27 જેટલા અબોલ પક્ષીઓનું મૃત્યુ થતા તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.16 01 2020

સ્લગ:-ડીસામાં 27 પક્ષીઓની દફનવિધિ કરાઈ...

એન્કર :-ઉત્તરાયણએ પતંગ ચગાવીને પોતાનો આનંદ ઉત્સાહ મનાવવાનો ઉત્સવ છે. લોકો મોટા પ્રમાણમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવતા હોય છે, પરંતુ આ પતંગ અબોલ પક્ષીઓ માટે મોત સમોવડી બને છે. ત્યારે આજે ડીસામાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તમામ રૂટ પક્ષીઓની દફનવિધિ કરવામાં આવી હતી...
Body:
વી.ઓ. :-ઉત્તરાયણને લઇ લોકો સવારથી જ અગાસી પર ચડી પતંગ ચગાવતા હોય છે. પરંતુ વહેલી સવારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય છે. તે સમય દરમ્યાન પક્ષીઓ પતંગની દોરીના સંપર્કમાં આવતા તેમની પાંખ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થાય છે. ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ થતાં પક્ષીઓને બચવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ સહીત સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં સેવાભાવી સંસ્થાઓ સાથે મળી સરકારી તંત્ર દ્વારા પક્ષીઓને બચવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડીસા ના વિવિધ સંસ્થાઓ દ્વારા આ તમામ પક્ષીઓને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેમાં ઉતરાયણ અને ઉતરાયણ ના બીજા દિવસે 120 જેટલા ઘાયલ પક્ષીઓને સારવાર માટે આવ્યા હતા જેમાંથી ૨૭ જેટલા પક્ષીઓ મોતને ભેટયા હતા આ તમામ પક્ષીઓને આજે ડીસા ફોરેસ્ટ ઓફિસ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી...

બાઈટ...જીગર માળી
( પક્ષીબચાઓ અભિયાન સંચાલક )

વી.ઓ. :-પતંગ ચગાવવાનો યુવાનોમાં ભારે ઉત્સાહ હોય છે, પરંતુ અનેક યુવાનો ઉત્તરાયણ ન મનાવી ઘાયલ પક્ષીઓની સેવા કરી રહ્યા છે. અને ઉતરાયણના દિવસથી બીજા દિવસ સુધી તમામ પક્ષીઓને સારવાર આપી રહ્યા છે ત્યારે આ અંગે ડીસા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ઉતરાયણ પહેલા પક્ષી બચાવો માટે અનેકવિધ જાહેરાતો બહાર પાડવામાં આવે છે લોકોએ પોતાની જાતે જ સવારે અને સાંજે પતંગ ચગાવી આ પક્ષીઓને બચાવવા માટેની કામગીરી કરવી જોઈએ જેના કારણે અબોલ પક્ષીઓની જિંદગી બચી શકે તેમ છે ત્યારે આજે ડીસા ખાતે આજે 127 જેટલા પક્ષીઓને સારવાર આપી તેમને નવું જીવન દાન આપવામાં આવ્યું હતું જ્યારે ૨૭ જેટલા અબોલ પક્ષીઓ નું મૃત્યુ થતા તેમની દફનવિધિ કરવામાં આવી હતી...

બાઈટ :-આઈ.સી રબારી
( ડીસા ફોરેસ્ટ અધિકારી )
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.