- બે દિવસ અગાઉ આ યુવકે કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી
- યુવકનો મૃતદેહ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
- સિંચાઈ માટેની નર્મદા કેનાલ મોતની કેનાલ સાબિત થઈ રહી છે
બનાસકાંઠા: જિલ્લામાં અત્યાર સુધી અનેક લોકો નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી ચૂક્યા છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પાસે સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોય્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બે દિવસ અગાઉ આત્મહત્યા કરનારા યુવકનો મૃતદેહ
કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના વિષ્ણુભાઈ માલાભાઈ વાલ્મીકિએ 2 દિવસ પહેલા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાના કારણે તેઓનો મૃતદેહ મળ્યો ન હતો. રવિવારે ચાંગા ગામ પાસે કેનાલના દરવાજામાંથી મળેલા મૃતદેહની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં મૃતદેહ વિષ્ણુભાઈનો હોવાનું સામે આવતા પોલીસે વાલી વારસોને આ અંગે જાણ કરી હતી.