- બનાસકાંઠા જિલ્લો ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ પ્રગતિ કરે છે
- થરાદના પશુપાલકની સફળ કહાની
- વતન આવી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો
- પશુપાલનના વ્યવસાયમાં આ યુવક લાખો રૂપિયાની કમાણી કરે છે
બનાસકાંઠાઃ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો બનાસકાંઠા જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી વારંવાર ખેતીમાં નુકસાન થતા ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. જે બાદ દૂધનો વ્યવસાય વધતા બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબરવન બનાસ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. જેની સ્થાપના થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દૂધમાં સારી આવક મળતા ખેતી છોડી પશુપાલન તરફ પડ્યા હતા. જોતજોતામાં આજે બનાસકાંઠાનું દૂધ સમગ્ર વિશ્વમાં પહોંચી રહ્યું છે.
આ પણ વાંચોઃ લોકડાઉન વચ્ચે બનાસકાંઠામાં પશુખાણમાં ધરખમ વધારો, પશુપાલકોની હાલત કફોડી
પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે
બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો હાલ દૂધમાંથી સારી એવી કમાણી કરતા હોવાના કારણે આજે દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય વધી રહ્યો છે. બનાસડેરી દ્વારા પણ પશુપાલકોને દૂધના સારા ભાવ આપવાના કારણે આજે પશુપાલકોને સારો એવો ફાયદો પણ થયો છે. જેના કારણે અનેક લોકો ભણેલા-ગણેલા હોવા છતાં પણ આજે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન તરફ વળી રહ્યા છે. થોડા સમય પહેલાં જ સૌથી વધુ દૂધ ધરાવતા પશુપાલનમાં પણ બનાસકાંઠા જિલ્લાની 10 મહિલાઓનો નંબર આવ્યો હતો. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, આજે દિવસેને દિવસે પશુપાલન ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે.
થરાદના પશુપાલકની સફળ કહાની
બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામનો 30 વર્ષિય યુવાન મહેન્દ્રસિંહ જવારસિંહ વાઘેલા , આમ તો તેઓ ખેડૂત પુત્ર છે અને દસ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ અહીં ખેતીમાં કંઈ ઝાઝું ન મળતું હોવાના કારણે તેઓ ધંધાર્થે હૈદરાબાદ જઈને વસ્યા હતા. સાત વર્ષ સુધી હૈદરાબાદમાં તેઓએ પ્લાસ્ટિકનો વેપાર કર્યો. ત્યાં ધંધો મિડિયમ ચાલતો હતો, જેથી બાદમાં તેઓ મુંબઈ આવી ગયા અને ત્યાં પણ ત્રણ વર્ષ સુધી ડાયમંડનો બિઝનેસ કર્યો હતો. જોકે મુંબઈમાં ડાયમંડના વ્યવસાયમાં સારી કમાણી થતી હતી. પરંતુ પરિવારની ખોટ તેઓને હંમેશા સાલતી હતી. લાખો રૂપિયા કમાતા હોવા છતાં પણ ક્યાંક પરિવારની યાદ તેઓને હંમેશા સતાવતી રહેતી હતી. બસ, એટલે તેઓ મુંબઈ છોડીને પોતાના વતન પરત ઉંટવેલિયા ગામે આવી ગયા હતા.
વતન આવી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો
અનેક ધંધામાં નુકસાન થયા પછી મહેન્દ્ર પોતાના વતન પરત ફર્યા હતા. અહીં આવ્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કયો વ્યવસાય કરવો એ એક મોટી સમસ્યા હતી. પરંતુ અહીં તેમના મિત્રોએ પશુપાલનનો વ્યવસાય કરવાની સલાહ આપી હતા. મહેન્દ્રસિંહ ખૂબ જ મહેનતુ અને હોશિયાર હતા. જેથી તેઓએ 2016ના વર્ષમાં સૌ પ્રથમ બે ગાયો લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતના એક વર્ષમાં તેમને કંઈ જાજો અનુભવ ન હોવાના કારણે તેમને નુકસાન વેઠવું પડ્યું હતું. પરંતુ આ એક વર્ષની અંદર પશુપાલનનો તેમને ખૂબ જ બહોળો અનુભવ થઈ ગયો હતો અને ત્યારબાદ તેઓ એક પછી એક પશુઓ ખરીદતા ગયા અને આજે તમની પાસે 45 પશુઓનો તબેલો છે. આ પશુઓને રાખવા માટે પણ તેઓ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પશુઓને ઉનાળામાં ગરમીથી કોઈ તકલીફ ન પડે તે માટે તેમને શેડ બનાવ્યો છે. સતત પંખા નીચે પશુ આરામ કરી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. પશુઓને દોહવા માટે પણ મશીનનો ઉપયોગ થાય છે. જેથી ઓછા ખર્ચ અને ઓછા મજૂરોએ વધુ કામ કરી શકાય.
આ પણ વાંચોઃ મહીસાગરમાં મનરેગા યોજનાથી જળસંચયના કામ ગ્રામ્યસ્તરે રોજગારીની તકો પૂરી પાડશે
પશુપાલનના વ્યવસાયમાં આજે આ યુવક લાખો રૂપિયાની કમાણી કરે છે
ધ ડેરીમાં ભરાવે છે. મહિને અંદાજે એક લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. મહેન્દ્રસિંહનું માનવું છે કે, પશુપાલનનો વ્યવસાય એવો છે કે, અત્યારે લોકડાઉન હોવા છતાં પણ ઘરે બેઠા આરામથી પશુપાલનનો વ્યવસાય કરી શકે છે. અન્ય કોઈ ખાનગી કંપનીમાં કામ કરતા હોઈએ તો આઠથી દસ કલાક સુધી મજૂરી કરવી પડતી હોય છે. પરંતુ આ પશુપાલનના વ્યવસાયમાં સવારે 3 કલાક અને સાંજે 3 કલાક એમ 6 કલાક કામ કરવાથી ખૂબ જ સારી કમાણી કરી શકાય છે અને પોતાના પરિવાર સાથે રહી જીવનનો આનંદ પણ માણી શકાય છે.