ETV Bharat / state

થરાદ પોલીસે અપહરણ સાથે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યાં - Murder after kidnapping

બનાસકાંઠાના દિયોદર પાસે કેનાલમાંથી 15 દિવસ અગાઉ મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. જેમાં ભાગીદારે ભાગીદારનું કાસળ કાઢ્યું નાંખ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. થરાદ પોલીસે અત્યારે હત્યારા ભાગીદાર સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : May 30, 2021, 6:57 PM IST

  • ભાગીદારે અપહરણ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું
  • હત્યા કરનારા ભાગીદાર સહિત 3ની અટકાયત, એક શખ્સ ફરાર
  • ભાગીદારના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી, ખોટો કેસમાં ફસાવી દેવાની શંકા રાખી બદલો લેવા હત્યા કરાઈ

બનાસકાંઠા : જિલ્લાના દિયોદર પાસે નર્મદા કેનાલમાંથી 11 મેના રોજ અમદાવાદના રહેવાસી યશ પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં થરાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા તેમાં ભાગીદારેજ ભાગીદારની હત્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો મૂળ દિયોદરનો વતની કૌશિકભાઇ રામસ્વરૂપ સોની અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહે છે. જે સોના, ચાંદી તેમજ એમસીએક્સનો ધંધો કરતો હોઇ અને તેની ઓળખાણ મૃતક યશ પ્રજાપતિ સાથે થતાં બન્ને એકબીજાના પરિચયમાં આવતાં સોના- ચાંદીના ધંધાના ભાગીદાર બની ધંધો ચાલુ કર્યો હતો.

થરાદ પોલીસે અપહરણ સાથે મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યાં

આ પણ વાંચો : હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો

ભાગીદારના પ્રેમિકા સાથેના ફોટા વાયરલ કરી, ખોટો કેસમાં ફસાવી દેવાની શંકા રાખી બદલો લેવા હત્યા કરાઈ

કૌશિક સોની સાથે યશ પ્રજાપતિ અગાઉ માઉન્ટ આબૂ બન્ને જણા પોતાની પ્રેમિકાઓ સાથે ફરવા ગયા હતા. તે સમયે કૌશિક સોનીના પ્રેમિકા સાથેના ફોટા સોશ્યિલ મીડીયામાં વાયરલ થયા હતા. જેથી બન્ને વચ્ચે ઝગડો થતા મનદુઃખ થયું હતું. બાદમાં બન્ને ધંધાના ભાગિદાર હોઇ ધંધામાં નુકસાન જતાં દુકાન બંધ કરતી વખતે ચાંદીના ભાગ પાડવા બાબતે પણ બન્ને વચ્ચે બોલાચાલી થતા ઝધડો વધી ગયો હતો અને બન્ને એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા હતા. તેવા જ સમયે કૌશિક સોની અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં ચીટીંગના ગુનામાં પકડાઇ ગયો હતો. જેમાં સાત મહિના જેલમાં રહ્યો હતો. તેના કારણે તેને પારિવારિક તથા આર્થીક મોટુ નુકસાન થયું હતું. જેથી કૌશીક સોનીએ પોતાને પોલીસે પકડેલ તેમાં યશ પ્રજાપતિનો હાથ હોવાનુ માની લઇ તેનો બદલો યશ પ્રજાપતી પાસે લેવાનુ નકકી કર્યું હતું. જેથી કૌશિક સોનીએ તેના મિત્ર દિવ્યેશ વ્યાસની મદદથી યશ પ્રજાપતિને વિશ્વાસમાં લઈ સમજાવી ફોસલાવી પોતાની પાસે બોલાવ્યા હતો.

થરાદ
થરાદ

આ પણ વાંચો : રાજકોટમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ કરી તેના જ મિત્રની હત્યા

યશ પ્રજાપતિનું અપહરણ કરી દિયોદરના લૂંદ્રા ખાતે લાવી હત્યા કરાઈ

આ પ્લાનમાં કૌશક સોનીએ તેના બે મિત્રો ભરતભાઇ વખતરામભાઇ વ્યાસ અને હિરેન ઠાકોરને પોલીસ બની યશને ડરાવવા સામેલ કર્યા હતા. પ્લાન મુજબ દિવ્યેશ પટેલ યશ પ્રજાપતિને તેની ગાડીમાં લઇને ચાણાસ્મા ખાતે લઇ આવતાં ગાડી ઉભી રખાવી ભરત તથા હિરેને પોલીસ તરીકેનો ડર બતાવી યશ પ્રજાપતિને ગાડીમાં બેસાડેલા અને ત્યાંથી કૌશિક સોની પણ સાથે ગાડીમાં બેઠો હતો. ત્યાંથી યશ પ્રજાપતિનુ અપહરણ કરી દિયોદર કૌશીકના ખેતરમાં લાવ્યા હતા અને ત્યાં દિવ્યેશ પટેલ પણ પાછળથી આવી આ ચારેય જણાએ યશ પ્રજાપતિને ઓરડીમાં પુરી રાખી તેને ઢીંકા-પાટુનો માર મારી કૌશિકે તેનો અગાઉનો બદલો લેવા તેની પાસે બે લાખ રૂપિયા માંગણી કરતાં યશ પ્રજાપતિએ પોતાના પિતાજી પાસે પચાસ હજારનુ આંગડીયુ દિયોદર કરાવ્યું હતું અને પાંચ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી મેળવ્યો હતો. યશ પ્રજાપતિ પાસે વધુ રોકડ ન હોવાથી તેની ગાડીનો વેચાણ લેખ બધાએ ભેગા મળી બળજબરીપૂર્વક ભરત વ્યાસના નામે કરાવ્યો હતો અને બાદમાં યસ પ્રજાપતિને છોડી દેવામાં આવશે તો તે બધા ઉપર ફરિયાદ કરી જેલમાં પુરાવી દેશે તેવા ડરના કારણે યશ પ્રજાપતિને અપહરણ કરી ત્રણ દિવસ પુરી રાખી રાતના બે વાગ્યે ચારેય શખ્સોએ કેનાલ ઉપર જઇ યશ પ્રજાપતિને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી નાસી ગયા હતા.

થરાદ પોલીસ સ્ટેશન
થરાદ પોલીસ સ્ટેશન

થરાદ પોલીસે હત્યા કરનારા 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

થરાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ થી સમગ્ર હત્યા નો ભેદ ઉકેલી કૌશિકભાઇ રામસ્વરૂપ સોની, દિવ્યેશ ઇશ્વરભાઇ પટેલ અને ભરતભાઇ વખતરામભાઇ વ્યાસને ગણતરીના દિવસોમાંજ પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મૃતક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.