અંબાજીઃ બનાસકાંઠાના અંબાજીમાં પણ આજથી શરુ થયેલી બોર્ડ પરીક્ષાઓને (GSEB Board Exams 2022 )લઇ ચહેલપહેલ જોવા મળી રહી હતી. ધોરણ 10 અનો 12ના વિદ્યાર્થીઓ પોતાનો નંબર આવ્યો હોય તે શાળાની બહાર પોતાના વાલીઓ સાથે સમયસર આવી પહોંચ્યાં હતાં. જ્યારે સમય થતાં તેમને શાળા સંચાલકો દ્વારા મોં મીઠું કરાવીની પરીક્ષા સારી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે પ્રથમ પેપરના દિવસે અંબાજીમાં 3 પરીક્ષા કેન્દ્રો પર 550થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા આવી પહોંચ્યાં હતાં. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Mid day meal scheme resumes : 29 માર્ચથી મધ્યાહ્ન ભોજન યોજના ફરી શરૂ, શિક્ષણપ્રધાનની મોટી જાહેરાત
શિક્ષકોનો વિરોધ દેખાયો - પરીક્ષાઓ શરૂ થઇ ત્યારે શિક્ષક સ્ટાફ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરતાં (Teachers Ptotest in Ambaji )નજરે પડ્યાં હતાં. શિક્ષકોએ સરકાર સમક્ષ પેન્ડિંગ રહેતી તેમની માગણીઓ (Ambaji Teachers Demands for Arrears )પૂરી કરવા યાદ અપાવી હતી. શિક્ષકોએ જણાવ્યું કે અમે ઉગ્ર વિરોધ નથી કરી રહ્યાં પણ કાળી પટ્ટી ધારણ કરી અમારી જૂની માગણીઓની ફરી રજૂઆત કરવા જઇ રહ્યાં છીએ. અમારા એરિયર્સના હપ્તાઓ અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી છે.
આ પણ વાંચોઃ SSC HSC Exam 2022 : મુખ્યપ્રધાને ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પત્ર લખ્યો, શું આપ્યો સંદેશ?