ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની લડાઈમાં શિક્ષકો આવ્યા આગળ - કોરોના વાઇરસમાં બનાસકાંઠાના શિક્ષકોએ કર્યું દાન

કોરોના વાઇરસની મહામારીને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લામાં બિન સરકારી અનુદાનિત શાળાના શિક્ષકો, સ્ટાફ અને શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ર,૪૬,૮૩,૦૧૦ દાન કરાયું છે

Etv Bharat, Gujarati News, Banaskantha, Covid 19
Banakantha
author img

By

Published : May 3, 2020, 10:06 AM IST

પાલનપુરઃ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની લડાઈમાં લોકોનું જીવન ચાલી રહે તે માટે જિલ્લા અનેક દાનવીરોએ દાન કર્યું છે. જિલ્લામાં આવા કપરા સમયમાં લોકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અનેક મંડળો, સામાજિક સંસ્થાઓ અને લોકોએ મોટા પ્રમાણમાં કોરોના લડાઈમાં દાન આપ્યું છે, ત્યારે બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષકો અને બિન શૈક્ષણીક સ્ટાફ ધ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા ૨.૪૬ કરોડની માતબર રકમનું દાન કરાયું હતું.

Etv Bharat, Gujarati News, Banaskantha, Covid 19
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસની લડાઈમાં શિક્ષકો આવ્યા સામે

આ ઉપરાંત મુખ્યમંત્રી રાહત ફંડનો ચેક કલેકટર સંદીપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાને અર્પણ કરાયો અત્યારના સમયમાં સમગ્ર વિશ્વ કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી તેમજ બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક દિવસના પગાર પેટે રૂ. ર,૪૬,૮૩,૦૧૦/-(અંકે રૂપિયા બે કરોડ છેતાલીસ લાખ ત્યાસી હજાર દશ પુરા)ની માતબર રકમનો ફાળો મુખ્યમંત્રી રાહત ફંડમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયાને અર્પણ કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પંચાયતના શિક્ષણ કર્મયોગીઓની આ પહેલને કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મુક્ત મને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મુકેશ ચાવડા, કેળવણી નિરીક્ષક સંઘના પ્રમુખ ભરતભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચમનભાઇ વાઘેલા, જિલ્લા શૈક્ષિક સંઘના મહામંત્રી ગણેશભાઇ ચૌધરી અને મુખ્ય શિક્ષકો વતી પ્રતિનિધિ તરીકે ભરતભાઇ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.