ETV Bharat / state

પાલનપુરમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોની મુક્તિ માટે તર્પણ વિધિ કરાઈ - news in Palanpur

કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં અનેક લોકોનો ભોગ લીધો છે. અનેક મૃતકોના પરિવાર એવા છે કે, જેમને દફનવિધિ પણ નસીબ નથી થઈ. જ્યારે અનેક મૃતકો એવા છે કે, જેમની અંતિમ વિધિ પણ થઇ નથી. ત્યારે પાલનપુરના યુવકોએ પવિત્ર બાલારામ નદીના કાંઠે કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામેલા લોકો માટે તર્પણ વિધિ કરી હતી. તેમજ મોક્ષ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

પાલનપુરમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોની મુક્તિ માટે તર્પણ વિધિ કરાઈ

author img

By

Published : Nov 8, 2020, 7:49 AM IST

  • પાલનપુરના યુવાનોની અનોખી પહેલ
  • બાલારામ નદીના કાંઠે કરાઇ તર્પણ વિધિ
  • મૃતકને મોક્ષ પ્રાપ્ત થાય તેવી કરી પ્રાર્થના

બનાસકાંઠા : કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને ઠપ્પ કરી દીધું હતું.કોરોનાની મહામારીને લઇને અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે અનેક એવી ક્ષણો હતી કે, પરિવારોને તેમના મૃતક સ્વજનનું મોઢું પણ જોવા મળ્યું ન હતું. તેમની અંતિમ વિધિ કરવાનું પણ નસીબ પ્રાપ્ત થયું ન હતું. ત્યારે પાલનપુરના સેવાભાવી નિશ્વાર્થ સેવા સંગઠને આ મૃતકોને મોક્ષ મળે અને તેમના આત્માને શાંતિ મળે જેને લઇને મૃતકોની તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જે લોકો મૃત્યુ પામ્યા છે. તેમને બાલારામ નદીના કાંઠે તર્પણ વિધિ કરી અને મૃતકના આત્માને શાંતિ મળે મોક્ષ મળે અને દેશ સહિત વિશ્વમાંથી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

પાલનપુરમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોની મુક્તિ માટે તર્પણ વિધિ કરાઈ
પંડિતો દ્વારા શાસ્ત્રોક્તવિધિ કરાઈ

પાલનપુર તાલુકાના બાલારામ મહાદેવના સાનિધ્યમાં બાલારામ નદીના કાંઠે પંડિતો ધારા શાસ્ત્રોક્ત વિધિથી સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી મૃત્યુ પામેલા લોકો માટે તર્પણ વિધિ કરાઇ હતી. જેમાં એક હવન પણ કરાયો હતો અને આ મૃત આત્માઓને શાંતિ મળે આત્માઓને મોક્ષ મળે તેવી પંડિતોએ પણ પ્રાર્થના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ વિધિ કરી અને પવિત્ર બાલારામ નદીમાં મૃત આત્માને મોક્ષ માટે અને તેમની આત્માની શાંતિ માટે પંડિત દ્વારા વિધિસર શાસ્ત્રોક્ત રીતે પૂજા વિધિ કરી અને આ કાર્ય કર્યું હતું.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે યુવકોએ કરી પહેલી

પાલનપુરના સેવાભાવી યુવકોએ આ પહેલ કરી હતી. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વિચાર પાલનપુરના યુવકોએ મૂક્યો હતો. જેનાથી સમગ્ર વિશ્વ પરેશાન છે, એવી કોરોનાની મહામારીથી મૃત્યુ પામેલા મૃતકોને મોક્ષ મળે અને તેમની આત્માને શાંતિ મળે. જેને લઇને તર્પણ વિધિ કરી પાલનપુરના યુવકોએ અનેક લોકોને આ નવો રાહ ચિંધ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.