પાલનપુર: બનાસકાંઠાના દાંતામાં તાલુકા કક્ષાની ઉજવણી હડાદ ખાતે કરવામાં આવી હતી. તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આઇ.એ.એસ. પ્રશાંત જીલવાએ ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે પોલીસ પરેડ પણ યોજવામાં આવી હતી.
71મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હડાદની પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. દાંતા તાલુકામાં ઉત્ક્રુષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને સાલ અને સર્ટીફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. દાંતા તાલુકાના વિશિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વૃક્ષોનું જતન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.