ETV Bharat / state

Tablet Scheme For Students In Gujarat: ડીસાની કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લું સેમેસ્ટર આવ્યું છતાં હજુ સુધી નથી મળ્યાં ટેબલેટ - ટેબલેટ માટે ઓનલાઈન અરજી

ડીસા DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 1800 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાં ટેબલેટ (Tablet Scheme For Students In Gujarat) માટે ઓનલાઈન અરજી કરી હતી. આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષમાં આવી ગયા છે પરંતુ હજુ સુધી તેમને ટેબલેટ મળ્યું નથી.

Tablet Scheme For Students In Gujarat: ડીસાની કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લું સેમેસ્ટર આવ્યું છતાં હજુ સુધી નથી મળ્યાં ટેબલેટ

author img

By

Published : Mar 6, 2022, 12:46 PM IST

ડીસા: રાજ્ય સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઇ દ્વારા વર્ષ 2022-23નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે ખાસ ટેબલેટ યોજના (Tablet Scheme For Students In Gujarat)અંતર્ગત 3 લાખ વિદ્યાર્થીઓને 200 કરોડ રૂપિયાની ફાળવણી (Budget For Tablet Scheme Gujarat) કરવામાં આવી છે.

ટેબલેટ યોજના અંતર્ગત 3 લાખ વિદ્યાર્થીઓને 200 કરોડ રૂપિયાની ફાળવણી.

ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓમાં નારાજગી

ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (dnp arts and commerce college deesa)ની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. ડીસા DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા 1800 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરમાં ટેબલેટ માટે ઓનલાઈન અરજી (Online Application For Tablet) કરી હતી. આજે આ તમામ વિદ્યાર્થીઓનું છેલ્લું વર્ષ આવી ગયું છે, પરંતુ હજી સુધી આ એક પણ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, સરકાર માત્ર વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરવા ખાતર કરે છે, પરંતુ વિદ્યાર્થીઓ સુધી સરકારની યોજના પહોંચતી નથી. ત્યારે સરકાર યોજના અમલમાં મૂક્યા બાદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી.

આ પણ વાંચો: સસ્તા ભાવે ટેબલેટ આપવાના બહાને 18 જેટલા ટ્યુશન સંચાલકો સાથે થઇ દોઢ કરોડની છેતરપિંડી

તાત્કાલિક ટેબલેટ આપવા વિધાર્થીઓની માંગ

ડીસા ખાતે કાર્યરત DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સરકાર દ્વારા ડિજિટલ ક્ષેત્રે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે માટે ટેબલેટ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી, પરંતુ આજે પણ આ કોલેજમાં એક પણ વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને કોરોનાવાયરસની મહામારી (Corona Pandemic Gujarat) વખતે જ્યારે ઓનલાઇન શિક્ષણ ચાલતું હતું તે વખતે વિદ્યાર્થીઓ પાસે ટેબલેટ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓએ કર્યો હંગામો

વિદ્યાર્થીઓેને તાત્કાલિક ટેબલેટ પૂરા પાડવા માંગ

એક તરફ સરકાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડિજિટલ અભ્યાસ તરફ વળે તેવા પ્રયાસો કરી રહી છે, પરંતુ ડીસા કોલેજમાં તો હજુ સુધી એક પણ વિદ્યાર્થીને ટેબલેટ ન મળતા સરકારની આ યોજનાને વિદ્યાર્થીઓ સફળ ગણાવી રહ્યા છે. ત્યારે હવે ડીસા કોલેજના વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જે પણ કોલેજોમાં વિદ્યાર્થીઓને ટેબલેટ મળ્યા નથી તે તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ટેબલેટ પૂરા પાડવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.