ETV Bharat / state

ડીસા માર્કેટયાર્ડ Deesa Market Yardમાં ઉનાળાની મગફળીની આવક શરૂ: સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી - Deesa Market Yard

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનું 22 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ત્યારે ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં ઉનાળુ મગફળી(Summer peanut)ની આવક શરૂ થઇ હતી. જેમાં પ્રથમ દિવસે જ 2500 બોરીની આવક સાથે પ્રતિ મણ 1100થી 1211 સુધીના ભાવ મળ્યા હતા. હાલમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા ખુશી જોવા મળી રહી છે.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળાની મગફળીની આવક શરૂ

author img

By

Published : Jun 12, 2021, 9:06 AM IST

Updated : Jun 12, 2021, 11:27 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર
  • ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં મગફળીની આવક થઈ શરૂ
  • ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં દૈનિક 50 હજાર મગફળીની બોરીની આવક

બનાસકાંઠાઃ સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ડીસા હવે બટાટા નગરીની સાથે હવે મગફળીનું પણ હબ બનવા તરફ જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ જામનગર પથકના ખેડૂતોએ Monsoon Season દરમિયાન ક્યાં પાકોનું વાવેતરમાં કરવું જોઈએ

ઉનાળાની સિઝનમાં મગફળીનું બનાસકાંઠા જિલ્લામાં 22282 હેક્ટરમાં વાવેતર થયું

વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનુ વાવેતર થાય છે, ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 22282 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે.

સરેરાશ મગફળીનો પ્રતિમણ 1150 રૂપિયા ખેડૂતોને મળ્યા

ડીસાના માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં સપ્તાહના શરૂઆતના પ્રથમ દિવસે જ 2500 બોરીની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ઉંચામાં ઉંચો ભાવ 1211 રૂપિયા મળ્યા હતા. જયારે નીચા ભાવ 1000 રૂપિયા રહ્યો હતો. જો કે, સરેરાશ મગફળીનો પ્રતિમણ 1150 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળાની મગફળીની આવક શરૂડીસા માર્કેટયાર્ડમાં ઉનાળાની મગફળીની આવક શરૂ

ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 હેક્ટર જમીનમાં વાવેતર

બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું 22 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આ ઉપરાંત વડગામમાં 4771, પાલનપુરમાં 3805, દાંતીવાડામાં 3096, અમીરગઢમાં 552, દાંતામાં 379, લાખણીમાં 145, દિયોદરમાં 91, કાંકરેજમાં 68, ધાનેરામાં 49,અને ભાભરમાં 17 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે.

દૈનિક 50 હજાર બોરીની આવક

ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)નો માલની આવકમાં નંબર આવે છે, જેમાં ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં ચોમાસુ સિઝનમાં મગફળીની દૈનિક એક લાખથી વધુ બોરીઓ, જ્યારે ઉનાળુ સિઝનમાં દૈનિક 50 હજારથી વધુ બોરીની આવક થતી હોય છે. આ વર્ષે જ્યારે મગફળી નીકળવાનો સમય થયો, ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોને મગફળીના ઉત્પાદનમાં થોડું ઘણું નુકસાન વેઠવાનો વારો આવે છે, પરંતુ તેમ છતાં પણ ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)ના મગફળીના સારા ભાવ મળતા હતા.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળાની મગફળીની આવક શરૂ
ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળાની મગફળીની આવક શરૂ

ખેડૂતો મોટીસંખ્યામાં મગફળી ડીસા માર્કેટયાર્ડમાં વેચવા માટે આવ્યા

હાલ ખેડૂતો મોટીસંખ્યામાં પોતાની મગફળી ડીસા માર્કેટયાર્ડમાં વેચવા માટે આવી રહ્યા છે, પરંતુ ચાલુ વર્ષે સીંગતેલના ભાવની વાત કરવામાં આવે તો ડબ્બાના ભાવ ભડકે બળી રહ્યા છે, પરંતુ ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

મગફળીના ભાવમાં વધારો

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મબલક ઉત્પાદન થાય છે, સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા શહેરમાં થાય છે. જેના કારણે હાલમાં માર્કેટયાર્ડ ખુલતાની સાથે જ ખેડૂતો મગફળી લઈને ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં ભરાવવા માટે આવી રહ્યા છે. ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં 4.30 લાખ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં ખેડૂતોને 830થી 950 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો.

આ પણ વાંચોઃ ડીસામાં એક ખેડૂતે કઈ રીતે બનાવ્યું સોલારથી ચાલતું ટ્રેક્ટર, જુઓ

સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી

આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડ(Deesa Market Yard)માં ફરી એકવાર મગફળીની આવક શરૂ થઇ છે અને આ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 1050થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. આમ આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Last Updated : Jun 12, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.