ETV Bharat / state

આઝાદીના 75 વર્ષે પણ બનાસકાંઠાના સુલીપાણી ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ

સમગ્ર દેશમાં 12મી માર્ચથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી થઈ રહી છે, તો દેશમાં હજુ પણ એવા ગામો છે જ્યાં આઝાદીના 75 વર્ષો વીત્યાં બાદ પણ રસ્તા, વીજળી અને પ્રાથમિક શાળાની સુવિધા પણ નથી.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Mar 16, 2021, 8:26 AM IST

Updated : Mar 16, 2021, 3:23 PM IST

  • બનાસકાંઠાનું સુલીપાણી ગામ છે પાયાની સુવિધાઓથી વંચિત
  • રસ્તાના અભાવે અત્યાર સુધી 10 જેટલા વ્યક્તિઓ મોતને ભેટ્યા
  • રસ્તાના અભાવે બીમાર વ્યક્તિઓને ખાટલની ઝોળી કરી સારવાર માટે લઈ જવાય છે

બનાસકાંઠા: આ જિલ્લાની કુલ વસ્તી 38 લાખ છે અને તે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ અને અમદાવાદ બાદ ત્રીજા નમ્બરનો મોટો જિલ્લો છે. તેમ છતાં આઝાદીના આટલાં વર્ષો બાદ પણ બનાસકાંઠા જિલ્લો હજુ પણ પછાત જિલ્લાની વ્યાખ્યામાં જ આવે છે. જિલ્લાના 14 તાલુકાઓમાંથી 4 તાલુકાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. , દાંતા અને અમીરગઢ તાલુકાના તમામ ગામોમાં આદિવાસી સમાજ પોતાના રીતરિવાજો સાથે વસવાટ કરે છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશ એક તરફ વિશ્વગુરુ બનવા તરફ ગતિ કરી રહ્યો છે, તો બીજી તરફ હજુ પણ કેટલાય ગ્રામજનો અંધકાર અને નર્કભરી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. તેમાંથી એક છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું સુલીપાણી ગામ.

5 કિમીનો કાચો માર્ગ ચાલીને પસાર કરવાની મજબૂરી

ખેતરોની વચ્ચે પહાડી પર વસેલાં આ ગામમાં 800 જેટલા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. તેમ છતાં ગામમાં આજદિન સુધી આવવા-જવા માટે કોઈ રસ્તો જ નથી બન્યો. સુલીપાણીથી છાપરા સુધી 5 કિમીનો માર્ગે બિસ્માર હોવાથી લોકોને પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને આવવું પડે છે. એટલું જ નહીં કોઈ ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડે તો પણ મહિલાઓને ખાટલાંની ઝોળી કરી સારવાર માટે લઈ જવાય છે અને 5 કિમી સુધીનું અંતર કાપતાં ઘણીવાર ઈલાજમાં મોડું થતાં મહિલા અને તેના ગર્ભમાં રહેલાં બાળકનું મોત પણ થઈ જાય છે. ગામની મહિલાઓ તેમજ બહેનોએ જણાવ્યું હતું કે, રસ્તો ન હોવાથી હોસ્પિટલ જવામાં મોડું થતાં અત્યારસુધી 10 જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે.

આ પણ વાંચો:મોરબીનો માળિયા તાલુકો વિકાસથી વંચિત, અનેક પાયાની સુવિધાઓનો અભાવ

ગત શનિવારે જ શ્વાસની બીમારીથી પીડિત મહિલાનું થયું મોત

છાપરા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય ભેરાભાઈએ જણાવ્યું હતું કે, રસ્તાના અભાવે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને ખાટલાની ઝોળી કરી ઊંચકીને 5 કિમી છાપરા સુધી ચાલતાં આવવું પડે છે, જેને લીધે અનેક વાર સારવારમાં વિલંબ થતાં બીમાર વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત શનિવારે જ બુમ્બડિયા કેડીબેન નામની મહિલાને શ્વાસ ઉપડતાં તેમને ખાટલાંમાં ઝોળી કરી નીચે લાવતી વખતે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.

800 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી, શાળા કે એક આંગણવાડી પણ નથી

પાલનપુર તાલુકાનું સુલીપાણી ગામ સંપૂર્ણપણે આદિવાસી વસ્તી ધરાવે છે. ગામમાં 800 જેટલી વસ્તી છે અને 100થી અધિક 6 વર્ષથી ઉપરનાં બાળકો છે.છતાં ગામમાં હજુ પણ બાળકો માટે કોઈ આંગણવાડી નથી અને કોઈ પ્રાથમિક શાળા પણ નથી. બાળકોને 5 કિમી સુધી નીચે ચાલીને છાપરા ગામની શાળાએ જવું પડે છે.

રસ્તો બનાવવા ગ્રામપંચાયતમાં ઠરાવથી લઈ મુખ્યપ્રધાન સુધી કરાઈ દરખાસ્ત

સુલીપાણી ના ગ્રામજનોએ રસ્તો બનાવવા ગ્રામપંચાયતમાં ઠરાવ કરાવ્યો છે. ઉપરાંત પાલનપુરના ધારાસભ્યએ પણ લિડીપાદરથી સુલીપાણી સુધીનો રોડ મંજુર કરવા મુખ્યપ્રધાનને રજુઆત કરી છે. તેમ છતાં હજુ સુધી ગામમાં રસ્તો મંજુર થયો નથી. જેના લીધે હવે ગ્રામજનોની ધીરજ પણ ખૂટી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જો રસ્તો ત્વરિત નહિ બને તો આંદોલનનો માર્ગ પણ અપનાવીશું.

જલ્દીથી રસ્તો મંજુર થાય તેવા પ્રયાસો કરાશે : બાંધકામ શાખાના ચેરપર્સન

આ સમગ્ર સમસ્યા અંગે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના ચેરપર્સન મુમતાઝબેન બંગલાવાળાએ જણાવ્યું હતું કે, અમે અધિકારીઓ સાથે આ ગામની રૂબરૂ મુલાકાત લીધી છે અને ગામમાં ઝડપથી રસ્તો મંજુર થાય તે માટે સક્ષમ ઓથોરિટીને યોગ્ય રજુઆત કરીશું.

વન વિભાગને રસ્તો બનાવવા સક્ષમ ઓથોરિટી તરફથી દરખાસ્ત મળશે તો કાર્યવાહી કરીશું: જિલ્લા વન સંરક્ષક

સુલીપાણી ગામ વન ફોરેસ્ટ વિસ્તારની હદમાં આવ્યું છે. બલરામ સેન્ચ્યુરી વિસ્તારમાં આ ગામ આવતું હોવાથી અહીં રસ્તો બનાવવા વન વિભાગ જમીન મંજુર કરે તો જ રસ્તો બની શકે તેમ છે. આ અંગે ETV ભારતની ટીમે જિલ્લા વન સંરક્ષક મિતેષ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રસ્તો બનાવવા માટેની જમીન ત્યારે જ આપી શકાય જ્યારે સક્ષમ ઓથોરિટી તરફથી અમને લેખિતમાં રજુઆત મળે, જો આવી રજુઆત મળશે તો ત્વરિત યોગ્ય કાર્યવાહી કરાશે. ગ્રામજનો હવે R&B વિભાગને લેખિતમાં રજુઆત કરશે, ત્યારબાદ વન વિભાગ રસ્તો બનાવવા જમીન આપવા કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: આણંદની આંગણવાડીમાં પાયાની સુવિધાઓનો અભાવ, શું આમ ભણશે ગુજરાત..?

Last Updated : Mar 16, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.