- બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો
- ડીગ્રી વગરના તબીબો ગ્રામીણ વિસ્તારમાં કરી રહ્યા છે સારવાર
- પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તબીબો સામે કાર્યવાહી
- ડીગ્રી વગરના તબીબોનો રાફડો
બનાસકાંઠા : જિલ્લામાં ઘણા સમયથી ડિગ્રી વગરના તબીબોની જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની પ્રજાને ભોળવી ડિગ્રી વગરના તબીબો દર્દીઓની સારવાર કરતા હોય છે. આ બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક વિસ્તારોમાંથી ડીગ્રી વગરના Bogus doctors ઝડપી પાડ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા પ્રમાણમાં ડિગ્રી વગરના બોગસ તબીબો મળી શકે તેમ છે.
આ પણ વાંચો : ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ
ડીગ્રી વગરના તબીબો સામે કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી નકલી અને Bogus doctors સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહીની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી સુઈગામ, વાવ ,ડીસા, ભાભર, ધાનેરા સહિત તમામ તાલુકાઓના અંતરિયાળ વિસ્તારોમાં કોઈપણ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પાસેથી ઇન્જેક્શન અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો
લાખણીના પૂર્વ પંચાયતના પ્રમુખે કાર્યવાહી ન કરવા માટે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વગરના Bogus doctorsની સામે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી સામે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવેએ સવાલ ઉઠાવ્યા છે. આવા તબીબોની વ્હારે આવેલા મહેશ દવે ગુજરાતના મુખ્યપ્રધાાન વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે કે, આવા તબીબો કોરોના મહામારીના બીજા તબક્કામાં સરકાર અને લોકો માટે આશીર્વાદરૂપ બન્યા હતા. જ્યારે સરકાર દર્દીઓને હોસ્પિટલમાં ખાટલો આપવામાં પણ નિષ્ફળ ગઇ હતી. તેવા સમયે જ તબીબોએ દર્દીઓની સારવાર કરી તેમનું જીવન બચવ્યું હતું. માટે આવા તબીબો સામે કાર્યવાહી ન કરવા માટેની તેમણે મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.