ETV Bharat / state

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ

બનાસકાંઠા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 28 ડિસેમ્બરના રોજ કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા યોજાનારી છે સાથે ઓનલાઇન પરીક્ષાનું પણ ઓપશન અપાતાં ઓનલાઇન પરિક્ષાના પરિણામની માન્યતાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
author img

By

Published : Dec 27, 2020, 9:22 PM IST

  • 28 ડિસેમ્બરથી ઓફલાઇન પરીક્ષા યોજાશે
  • ઓનલાઇન પરીક્ષા માટે રિજીસ્ટ્રેશન શરૂ કરાયું
  • ઓનલાઇન પરીક્ષા 15 ફેબ્રુઆરી પછી યોજાશે

બનાસકાંઠાઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી 28 ડિસેમ્બરના રોજ કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા યોજાનારી છે પરંતુ સાથે-સાથે ઓનલાઇન પરીક્ષાનું પણ ઓપશન અપાતાં ઓનલાઇન પરિક્ષાના પરિણામની માન્યતાને લઈ અનેક સવાલો ઉભા થયા છે. યુનિવર્સિટીએ બહાર પાડેલા પરિપત્રમાં ઓનલાઇન પરીક્ષાના પરિણામની માન્યતા અંગે કોઈ જ જવાબદારી નહીં સ્વીકારતાં ઉત્તર ગુજરાતના સેમ-5ના અઢી લાખ વિધાર્થીઓ અવઢવમાં મુકાયા છે. જો વિધાર્થી ઓનલાઇન પરીક્ષા આપે તો તેનું રિજલ્ટ માન્ય ગણાશે કે, નહી તેની સ્પષ્ટતા નહીં કરાતાં વિવાદ સર્જાયો હતો. NSUI વિધાર્થીઓએ પાલનપુર ખાતે કોલેજ દ્વારા રિજલ્ટ માન્ય રહેશે કે, નહીં તેની બાંહેધરી યુનિવર્સિટીની રહેશે કે, નહીં તેવા વિવાદિત પરિપત્રની પાલન પુર ખાતે હોળી કરી હતી.

ઓફલાઈનની સાથે ઓનલાઇન પરિક્ષા યોજવાનો નિર્ણય

કોરોનાકાળ વચ્ચે આગામી 28 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતની તમામ કોલેજો ખાતે સેમ-5ની પરીક્ષાઓ ઓફલાઇન યોજાનાર છે. ત્યારે અઢી લાખ વિધાર્થીઓ આ પરીક્ષા આપવાના હોવાથી કોવિડ ગાઈડલાઈનને અનુરૂપ પરીક્ષા યોજવાનું યુનિવર્સિટીએ આયોજન કર્યું છે. પરંતુ આ પરીક્ષા ઓફલાઈનની સાથે-સાથે ઓનલાઇન યોજવાની વ્યવસ્થા પણ એચ.એન.જી.યુનિ.દ્વારા કરાઇ છે. જેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વિવાદિત પરિપત્રની કરાઇ હોળી

આ અંગે યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રના 10માં મુદ્દામાં જણાવાયું હતું કે, ઓનલાઇન યોજાનારી પરીક્ષાનું રિજલ્ટ જે તે સરકારી કે, બિનસરકારી સંસ્થા દ્વારા માન્ય રાખશે કે, નહીં તેની જવાબદારી યુનિવર્સિટીની રહેશે નહીં. જેથી આ બાબતનો વિરોધ કરી આજે બનાસકાંઠાના પાલનપુર ખાતેના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના આવા વિવાદિત પરિપત્રની હોળી કરી હતી. તેમજ માગ કરી હતી યુનિવર્સિટી તત્કાલીક ધોરણે ઓનલાઇન પરીક્ષાના રિજલ્ટની પણ બાંહેધરી લે જેથી કોઈ વિદ્યાર્થીનું ભાવિ અંધકારમાં મુકાય નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.