ETV Bharat / state

ધાનેરામાં તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવી, લાખો રૂપિયાની ચોરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં મોડી રાત્રે તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક જગ્યાએથી પણ ગાડીની ઉઠાંતરી થતા પોલીસે ત્રણેય જગ્યાએ ચોરી કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Smugglers target
ધાનેરામાં તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને બનાવી નિશાન, લાખો રૂપિયાની કરી ચોરી
author img

By

Published : Jul 16, 2020, 7:16 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરામાં મોડી રાત્રે તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને નિશાન બનાવી હતી. દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય એક જગ્યાએથી પણ ગાડીની ઉઠાંતરી થતા પોલીસે ત્રણેય જગ્યાએ ચોરી કરનારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

અનલોક-1 ખુલતાની સાથે જ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં છેલ્લા એક જ અઠવાડિયામાં થરાદ અને ધાનેરામાં અંદાજે આઠ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો અંજામ આપ્યો છે.

Smugglers target
ધાનેરામાં તસ્કરોએ બે સોના-ચાંદીની દુકાનોને બનાવી નિશાન, લાખો રૂપિયાની કરી ચોરી

બુધવારે મોડી રાત્રે ધાનેરામાં આવેલી ભોલેનાથ અને પુનિત જ્વેલર્સ નામની બે સોના-ચાંદીની દુકાનોનું શટર તોડી દુકાનમાં પડેલા અંદાજે અઢી લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા.

તસ્કરોએ પોતાનો ચહેરો ન દેખાય તે માટે દુકાનમાં લગાવેલા CCTV કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા છે. જ્યારે વહેલી સવારે ચોરી થઇ હોવાનું માલુમ પડતા જ પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ સિવાય બનાસકાંઠાના વિવેકાનંદ સોસાયટીમાંથી પણ એક ગાડીની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ધાનેરા પોલીસે ત્રણેય જગ્યાએ ચોરી કરનારા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.