- પાલનપુર પાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 2 બેઠકથી સત્તા ચુકી
- 2015માં ભાજપની 23 અને કોંગ્રેસની 21 બેઠક પર જીત
- દેશ ડેલીગેટ જી.એમ.પટેલ દ્વારા ઉમેદવારોના સેન્સ લેવાયા
બનાસકાંઠાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધર્યા બાદ કોંગ્રેસે પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ડેલીગેટ દ્વારા ટિકિટ વાંછુકો ઉમેદવારોના સેન્સની પ્રક્રિયા શરૂ કરી છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10498269_a.jpg)
100થી વધુ દાવેદારોએ માગી ટિકિટ
પાલનપુર નગરપાલિકામાં ગત કેટલાંય વર્ષોથી ભાજપનું શાસન છે. ખુલ્લી ગટરો, તૂટેલાં રસ્તા અને ગંદા પાણી જેવાં પાયાના પ્રશ્નો પણ હલ થતાં નથી. જેને લીધે સત્તા પક્ષ પ્રત્યે જનતામાં એન્ટી ઇન્કમબન્સી પણ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કોંગ્રેસ મોકા પર ચોકો મારવાના મૂડમાં હોય તેમ એડી ચોટીનો જોર લગાવી રહી છે. ભાજપે વોર્ડ વંબર 1થી 11 માટે ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ જી.એમ.પટેલ દ્વારા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી જીતવા માંગતા તમામ ટિકિટ વાંછુકોને સાંભળવામાં આવ્યાં હતાં. આ દરેક દાવેદારે પોતાની જીતની ખાત્રી આપી હતી, તેમજ ટિકિટ નહીં મળે તો પક્ષ જેને ટિકિટ આપશે તેને જીતાડવાનું વચન આપ્યું હતું. આ દરમિયાન 100થી વધુ દાવોદારોએ પોતાના માટે ટિકિટ માગી હતી.