- ડીસામાં ખેડૂતે બનાવ્યું સોલારથી ચાલતું ટ્રેક્ટર
- 240 કલાકની મહેનત બાદ તૈયાર થયું સોલાર ટ્રેક્ટર
- આ સોલાર ટ્રેક્ટર 1.75 લાખમાં તૈયાર થયું
- સોલાર ટ્રેક્ટર 500 કિલો વજન ખેંચવાની ક્ષમતા ધરાવે છે
બનાસકાંઠાઃ ડીસાના યુવાન ખેડૂતે પોતાના ઇનોવેટિવ થકી જાતે જ ટ્રેક્ટર બનાવ્યું છે. સામાન્ય રીતે આવું ટેક્ટર સૌ કોઈએ જોયું જ હશે, પરંતુ આ ટ્રેક્ટરની વિશેષતા એ છે કે, તે સોલરથી ચાલે છે. જી હાં, આ ટ્રેક્ટર ચલાવવા કોઈ પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ કરવો પડતો નથી. ડીસાના રાણપુર ગામમાં રહેતા યુવા ખેડૂત નવીન માળી તેઓ અવનવી ખેતી સાથે કઈ રીતે ઓછા ખર્ચે ખેતી થાય તે માટે તેઓ હંમેશા પ્રયત્ન કરતા રહે છે. તાજેતરમાં જ કોરોના મહામારીના સમયમાં લૉકડાઉન દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે. ખેડૂતોને પણ ખેતરમાં કે બજારમાં નાનામોટા કામ માટે ટ્રેક્ટરના વપરાશ માટે વર્ષે દહાડે અંદાજે લાખ રૂપિયા જેટલો ડીઝલનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે આ ખર્ચ બચાવવા માટે શું કરવું તેઓ વિચાર આવતા જ નવીનભાઈ સોલર ટ્રેક્ટર બનાવવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ ખેતર માં બેઠા બેઠા ટ્રેકટરનું આયોજન કરી ટ્રેકટર બનાવવા બોડી વર્કનું કામ માટે તેમના મિત્ર હર્ષદ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનું આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસોમાં સોલરથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું.અને તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર સોલર થી ચાલી રહ્યું છે.
આ ટ્રેક્ટર 1 ટન વજન ખેંચે છે
આ ટ્રેકટર એક ટન જેટલું વજન ખેંચી શકે તેવી સોલરની ક્ષમતા પણ છે. તમે જોઈ રહ્યા છો આ ટ્રેકટર પર 5 માણસો સવાર છે છતાં એકદમ આરામથી ખેતરમાં દોડી રહ્યું છે. યુવા ખેડૂત નવીન માળી પાસે ટ્રેક્ટર બનવવાથી શું ફાયદો થશે તે બાબતે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે, આ ટ્રેકટર 1.75 લાખ રૂપિયામાં તૈયાર થયું છે. ટ્રેકટર સોલર ઉર્જાથી ચાલે છે અને સોલરનીં સાથે એ.સી. લાઈટથી ચાર્જ પણ થાય છે. ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા, ઘાસચારો લાવવામાં સરળતા રહે સાથે સાથે પ્રદૂષણ ઘટના પર્યાવરણનો પણ બચાવ થાય છે એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.
240 કલાકમાં આ ટ્રેક્ટર તૈયાર થયું
આ સોલારથી ચાલતું ટ્રેક્ટરનું કામ કરનાર હર્ષદ પંચાલ તેમના બે કારીગરો સાથે રોજના 5 કલાક કામ કરતા હતા અને 3 મહિનામાં આ ટ્રેક્ટર તૈયાર કર્યું છે. હાલમાં જે પ્રમાણે કોરોના વાયરસની મહામારી આવી હતી. તેમાં તમામ ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા ત્યારે આ લકડાઉનના કારણે કામકાજ બંધ રહેતા અંદાજિત 240 કલાક કામ કરીને ટ્રેક્ટર તેમને તૈયાર કર્યું છે અને હજી પણ આગામી સમયમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ ટ્રેક્ટરને સારું બનાવવામાં આવશે.
ડીસા ખાતે રહેતા યુવા ખેડૂતે બનાવેલ ટ્રેકટરના કારણે ખેડૂત ને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણની બચત થશે. જોકે, યુવા ખેડૂતે બનાવેલા ટ્રેકટર હાલ સોશિયલ મીડિયામાં છવાઈ જવા પામ્યો છે ત્યારે આવનાર સમયમાં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેક્ટર બનાવી એક બચત ઉભી કરશે. જોકે, ખેડૂતે બનાવેલા સોલર ટ્રેક્ટર બનાવી એક એન્જિનિયરને ચેલેન્જ આપી હમ કિસી સે કમ નહીંએ પંક્તિને આજે સાર્થક બનાવી દીધી છે.