ETV Bharat / state

પાલનપુર ઓવરબ્રિજનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થતાં સર્જાયા ટ્રાફિક જામના દ્રશ્યો - palanpur news today

પાલનપુર શહેરના હાર્દસમાન રેલવે ઓવરબ્રિજનું સમારકામ છેલ્લાં 8 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને લીધે પુલનો એક ભાગ જ વાહનવ્યવહારના અવરજવર માટે ચાલુ છે, ત્યારે પુલના એક ભાગમાં ક્ષતિ સર્જાતાં વાહનચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યાં હતા. જેને લીધે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે.

Banaskantha
Banaskantha
author img

By

Published : Mar 12, 2021, 12:34 PM IST

  • પાલનપુરનો હાર્દ સમાન ઓવરબ્રિજ એક બાજુથી થયો ક્ષતિગ્રસ્ત
  • ઓવરબ્રિજ પરથી વાહનો જોખમી મુસાફરીના ભાગરૂપે ચાલી રહ્યા છે
  • રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લાં 8 મહિનાઓથી ચાલે છે
  • ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી અકસ્માતની દહેશત
  • પાલનપુર પોલીસે ટ્રાફિક નિયંત્રણની કવાયત હાથ ધરી

બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ગુરુનાનક ચોકથી હાઇવે તરફ જતાં મુખ્ય રેલવે ઓવરબ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવા માટે પુલનું કામકાજ છેલ્લા 8 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને લીધે પુલના એક ભાગ પરથી જ બન્ને તરફના વાહનો અવરજવર કરે છે, જ્યારે બીજો ભાગ સદંતર બંધ કરી દેવાયો છે. જેને કારણે લોકોને ટ્રાફિક જામ જેવી મુશ્કેલીઓને સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર

ઓવરબ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી અકસ્માતની દહેશત

બંધ કરાયેલ પુલની સાઈડમાં મોટા-મોટા બ્લોક લગાવી બીજી તરફના પુલ પરથી વાહનો અવરજવર કરતાં હોય છે, પરંતુ તેમાંથી એક બ્લોક નીચે પડી ગયો હોવાથી પુલ જોખમભરી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેથી જે ભાગમાં ક્ષતિ સર્જાઈ છે તે ભાગ નજીક માણસો મૂકી બેરીકેટ લગાવી એક -એક વાહનને જ પુલ પરથી પસાર કરાય છે. જેને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને અત્યારે જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે.

પુલની કામકાજ હજુ એકથી દોઢ વર્ષ ચાલે તેવી સંભાવના

પાલનપુર રેલવે ઓવરબ્રિજને ઊંચું કરવાની કામગીરી 8 મહિનાઓથી ચાલુ છે, તેમ છતાં હજુ પુલના એક ભાગનું કામ પણ પૂર્ણ થયું નથી, ત્યારે આ પુલનું કામકાજ હજુ ઓછામાં ઓછું એકથી દોઢ વર્ષ ચાલે તેવી શક્યતાઓ રહેલી છે તેમ રેલવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: વર્ષોની માગ પછી પણ નવસારી રેલવે ફાટક પરનો ઓવરબ્રિજ કાગળોમાં અટવાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.