બનાસકાંઠાઃ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સઘન મોનીટરીંગ કરી કોરોના વાઇરસનું સંક્રમણ જિલ્લામાં ન ફેલાય તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જિલ્લાના આરોગ્ય તંત્રએ ફિલ્ડમાં જઇ 83 જેટલાં લોકોના સેમ્પલ લઇ ચકાસણી માટે મોકલ્યા છે. જેમાં ડીસા- 20, વડગામ- 20, ચંડીસર-17, થરા- 16 અને થરાદ-10 મળી કુલ- 83 સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં હાઇરિસ્ક ગ્રુપમાં આવતા વિદેશથી આવેલા, 462 બીજા રાજ્ય અને જિલ્લામાંથી આવેલા-63, 528 તથા શરદી-ખાંસી, પ્રેગ્નેન્ટ મહિલા, ટી.બી.ના દર્દીઓ અને 60 વર્ષ ઉપરના 2,50,296 લોકોનું ફોલોઅપ લેવામાં આવે છે અને આ તમામ વ્યક્તિઓનું જિલ્લા કક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે.
ગામડાઓમાં લોકોને ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે મોબાઇલ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. જેમાં આયુષ મેડીકલ ઓફિસર અને આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર લોકોના ઘરે જઇ સારવાર આપી રહ્યા છે. અત્યાર સુધી જિલ્લામાં 1,23,820 લોકોને આરોગ્યની ઓ.પી.ડી.માં તપાસવામાં આવ્યા છે.