સોમવારે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસના કર્મચારીઓ અને શાળાના બાળકો દ્વારા વાહન ચાલકોને ફુલ આપી સુરક્ષિત સવારી કરવા માટે અપીલ કરી હતી.
સોમવારે ડીસાથી ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીસા શહેર ટ્રાફિક પોલીસના PI એમ. ડી. પંચાલ અને તેમના સ્ટાફ દ્વારા ડીસા શહેરમાંથી પસાર થતા માર્ગ પર અકસ્માતનું પ્રમાણ ઓછું થાય અને લોકો સુરક્ષિત વાહન સવારી કરે, તે માટે દરેક વાહન ચાલકોને એક ગુલાબ ફુલ આપવામાં આવ્યુ હતું.
આ ઉજવણી દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, 18 વર્ષ પહેલા કોઈ બાળકોને સાધન ચલાવવા આપવું નહીં. સાધનના તમામ કાગળો સાથે રાખવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, જેવા નિયમોની સમજ પૂરી પાડી હતી. ડીસા શહેર પોલીસે ડીસા શહેરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માર્ગ પર ચલાવતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેની પણ સમજણ આપવામાં આવી હતી.
આ ઉજવાયેલા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં પોલીસ કર્મચારીઓને શાળામાં બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.