ETV Bharat / state

ડીસામાં બનાસ નદી બ્રિજ પર ST બસે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર 2 ખેડૂતના મોત - ડીસા તાલુકા પોલીસ

બનાસકાંઠામાં ડીસા નજીક બનાસ નદીના (Banas River) બ્રિજ (Bridge) પર એસ.ટી. બસે (ST Bus) એક ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેક્ટરમાં સવાર 2 ખેડૂતોના મોત થયા છે. ખેડૂતો મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતા હતા. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માતના કારણે નદીના બ્રિજ પર ટ્રાફિકજામ (Traffic) સર્જાયો હતો.

Road Accident: ડીસામાં બનાસ નદી બ્રિજ પર ST બસે ટક્કર મારતા ટ્રેક્ટરમાં સવાર 2 ખેડૂતના મોત

author img

By

Published : Nov 10, 2021, 10:49 AM IST

  • ડીસા બનાસ નદી (Banas River) પૂલ પર સર્જાયો અકસ્માત
  • ડીસાથી ધાનેરા જતી એસ.ટી. બસે (ST Bus) ટ્રેક્ટરને ટક્કર મારી
  • અકસ્માતમાં (Accident) ઘટનાસ્થળે ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોના મોત
  • અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે કિલોમીટર દૂર સુધી ટ્રાફિકજામ (Traffic) સર્જાયો

બનાસકાંઠાઃ ડીસા તાલુકામાં (Deesa Taluka) છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના (Road Accident) બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆત થતાંની સાથે જ ડીસા તાલુકામાં અત્યાર સુધી અનેક અકસ્માતો સર્જાય છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે આજે બનાસ નદીના (Banas River) બ્રિજ (Bridge) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડીસાથી ધાનેરા જતી એસ.ટી.બસે (ST Bus) આગળ જતાં ટ્રેક્ટરને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે 2 ખેડૂતના મોત થયા હતા.

અકસ્માતમાં (Accident) ઘટનાસ્થળે ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોના મોત

આ પણ વાંચો- જોધપુરમાં બેફામ આવતી ઓડી કારે 10 લોકોને કચડ્યા, સમગ્ર ઘટનાં થઇ CCTVમાં કેદ

જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યા વધી

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની (Road Accident) ઘટના વધી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. વારંવાર સર્જાતા આવા અકસ્માતમાં અનેક લોકો મોતને પણ ભેટે છે. ખાસ કરીને રાત્રિના સમયે મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઈવિંગના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર સર્જાતા અકસ્માતના પગલે પોલીસ દ્વારા પૂરપાટ તે રાત્રિના સમયે ચાલતા ભારે વાહનો (Heavy Vehicles) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઘટી શકે તેમ છે.

અકસ્માતમાં 2 ખેડૂતોના મોત

બનાસ નદી પૂલ પર સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર બંને ખેડૂતોના મોત થયા હતા. આ બંને ખેડૂત તાલેગઢ ગામના હતા અને ડીસા મગફળીનું વેચાણ કરવા આવ્યા હતા. મગફળીનું વેચાણ કર્યા બાદ ખાતરની ખરીદી કરીને પરત તાલેગઢ પહોંચી રહ્યા હતા. તે દરમ્યાન બનાસ નદીના (Banas River) બ્રિજ (Bridge) પર પાછળથી આવી રહેલી ડીસાથી ધાનેરા જતી એસ. ટી. બસે ટક્કર મારી હતી, જેના કારણે બંને ખેડૂતોના મોત થયા હતા. જ્યારે એક ખેડૂત રોડ પર પટકાતા તેનું મોત થયું હતું. તો બીજો ખેડૂત ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો હતો.

આ પણ વાંચો- Wankaner Accident : કણકોટ નજીક કાર કૂવામાં ખાબકી, પરિવારના 4 સભ્યોના મોત

અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ

આ ઘટનાના કારણે ડીસા બનાસ નદીના (Banas River) બ્રિજ (Bridge) પર ભારે ચક્કાજામ સર્જાયો હતો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ અકસ્માતમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત થયું હતું. ત્યારબાદ ડીસા તાલુકા પોલીસ (Deesa Taluka Police) ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. ડીસા તાલુકા પોલીસે (Deesa Taluka Police) ઘટનાસ્થળે પહોંચી ટ્રેકટરને ટક્કર મારનારા એસટી બસચાલક (ST Bus Driver) સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.