ETV Bharat / state

રાણપુરમાં બાળકને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે કર્યો ઇનકાર, લાચાર પરિવારને ખાનગી હોસ્પિટલમાં લેવી પડી સારવાર

કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન થયા બાદ ગામડામાં વસવાટ કરતા ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે. ડીસાના રાણપુર ગામમાં ગરીબ પરિવારને બાળકની સારવાર માટે ચાલતા ડીસા આવવું પડ્યું હતું. જો કે ડીસામાં પણ સિવિલ હોસ્પિટલમાં સારવારનો ઇનકાર કરતા ખાનગી હોસ્પિટલમાં જવું પડ્યું હતું.

banaskantha
banaskantha
author img

By

Published : Apr 13, 2020, 5:45 PM IST

ડીસા: કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં હજુ સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ જિલ્લાનું વહીવટી તંત્ર સમગ્ર રીતે સાબદુ અને એલર્ટ થયું છે. હાલ બીમાર દર્દીઓની હાલત કફોડી બની રહી છે.

બનાસકાંઠાના ડીસાના રાણપુર આથમણાવાસ ગામે રાજુ હરજીભાઈ પરમારનો ત્રણ મહિનાનો બાળક બીમાર પડતા બે દિવસ અગાઉ ગામમાં આવેલ પેટા કેન્દ્રમાં સારવાર અર્થે ગયેલા પંરતુ સ્ટાફ હાજર ન હોવાનું કહી રવાના કરતા 108 અને 104 માં કોલ કર્યો હતો પરંતુ તેઓ દ્વારા પણ એમ્બ્યુલન્સ કોરોનામાં રોકાયેલી છે અને આવી શકે તેમ નથી તેવું જણાવવામાં આવતા ગરીબ પરિવાર પોતાના બાળકને બચાવવા ચાલતા ડીસા તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇક અને રીક્ષા ચાલકો સામે આજીજી કરતા એક રીક્ષા ચાલક થોડે સુધી મૂકી આવ્યો હતો.

આગળ પોલીસ હોવાથી દૂર ઉતાર્યા હતા, જેથી બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારબાદ ગઇકાલે ફરી બાળક બીમાર પડતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા પરંતુ સ્ટાફ દ્વારા સારવાર નહીં થાય તેવો જવાબ આપી રવાના કરી દેતા બાળકને લઈને દંપતી સારવાર અર્થે ચાલતો ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યોહતો જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ ફરી આ દંપતી બાળકને લઈને ચાલતા ઘરે ગયું હતું.

જોકે એક તરફ ગામમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સારવાર આપવાનો ઇનકાર કરી રહ્યા છે તો સિવિલમાં પણ રવિવારનું બહાનું કરી ના પાડતા ગરીબ પરિવારને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડ્યો હતો .

આ બાબતે બીમાર બાળકના પિતા રાજુભાઇએ જણાવ્યું હતું કે જો ગામમાં સારવાર મળી ગઈ હોત તો મારે હેરાન થવું ન પડત અને હાલ એકતરફ મજૂરી નથી તો ખાનગી હોસ્પિટલમાં દવાના પૈસા ક્યાંથી લાવવા, અમે તો લાચાર છીએ અમારી રજુઆત સરકાર સુધી પહોંચાડીને અમને ગામમાં અથવા સિવિલમાં સારવાર મળે તેવું કરો.

જોકે આ બાબત અમારા પ્રતિનિધિને ધ્યાને આવતા જિલ્લા કલેકટર સંદીપ સંગલેનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવા અને કોઈ દર્દીને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

એક તરફ સરકાર આરોગ્યને લઈને સતર્ક છે તો બીજી તરફ સ્થાનિક આરોગ્ય અધિકારી, કર્મીઓની મનમાનીથી ગરીબ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે જેથી સરકારનો સાચો ધ્યે સાર્થક થતો નથી અને લોકડાઉનના સમયે ગરીબ લોકો પરેશાન થઇ રહ્યા છે. હાલમાં લોકડાઉનના કારણે ધંધારોજગાર બંધ છે જેથી ગરીબ લોકો મજૂરી કરી શકતા નથી અને એવા સમયે જો તેમના બાળકને સરકારી હોસ્પિટલમાં સારવાર ન મળે અને ખાનગી કરાવવી પડે તો પૈસા લાવવા ક્યાંથી તે સવાલ ઉભો થતો હોય છે સાથે ગામડાના લોકોને ડીસા સુધી આવવું શેમાં તે પણ સવાલ છે ત્યારે તંત્રએ સાબદુ થઈ ગામમાં આવેલા સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા સિવિલમાં સારવાર આપી ફરજ અને માનવતા દેખાડવી જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.