ETV Bharat / state

ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની બમ્પર આવક શરૂ - Deesa Marketyard

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં મબલક વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં સૌથી વધુ વાવેતર ખેડૂતોએ રાયડાનું કર્યું હતું. અત્યારે હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં રાયડાના સારા ભાવ મળતા હોવાના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો રાયડો વેચવા માટે માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે અને હાલમાં રાયડાની બમ્પર આવકથી માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે. સરકારના ટેકાના ભાવ કરતાં પણ ખુલ્લી બજારમાં રાયડાના ભાવ સારા મળતા હાલમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની બમ્પર આવક શરૂ

author img

By

Published : Mar 22, 2021, 4:46 PM IST

Updated : Mar 22, 2021, 5:14 PM IST

  • ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની મબલક આવક
  • જિલ્લામાં પાણીનો પૂરતો સ્ત્રોત અને ડ્રિપ એરીગેશનની સગવડના કારણે રાયડાની કરાઈ છે ખેતી
  • જિલ્લાનું હવામાન પણ રાયડાની ખેતી માટે ખૂબ અનુકૂળ

બનાસકાંઠાઃ શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રવિ પાક માટે વાવણીની શરૂઆત કરી દેતા હોય છે. ખેડૂતો મોટાભાગે રાયડાનું વાવેતર કરે છે. જિલ્લામાં રાયડાનું વાવેતર ધાનેરા, થરાદ, વાવ, ભાભર, કાંકરેજ, દિયોદર સહિત ડીસા અને બનાસકાંઠા જિલ્લાના પૂર્વ વિસ્તારોમાં જેવા કે દાંતા, વડગામ સહિત અનેક તાલુકાઓમાં બહોળા પ્રમાણમાં થાય છે. ખેડૂતો દ્વારા દર વર્ષે મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કરવામાં આવે છે. જિલ્લાનું હવામાન પણ રાયડાની ખેતી માટે ખૂબ અનુકૂળ રહેતું હોવાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.

ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની બમ્પર આવક શરૂ
ડીસા માર્કેટયાર્ડ

સૌથી વધુ રાયડાનું વાવેતર થરાદ તાલુકામાં

જિલ્લામાં આમ તો વર્ષોથી પાણીની મોટી સમસ્યા સર્જાતી હતી, પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી પાણીની સમસ્યા દૂર થઈ છે અને જેના કારણે જ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પાકોનું ઉત્પાદન વધ્યું છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પાણીનો પૂરતો સ્ત્રોત અને ડ્રિપ એરીગેશનની સગવડ ઉપરાંત સરહદી વિસ્તારના તાલુકાઓમાં કેનાલની વ્યવસ્થાને લઈને દર વર્ષે રવી સીઝનમાં બહોળા પ્રમાણમાં વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે. જેમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થરાદ તાલુકામાં થાય છે, જ્યારે સૌથી ઓછું રાયડાનું વાવેતર અમીરગઢ તાલુકામાં જોવા મળે છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ રાયડાનું પાણીની સગવડના કારણે સારું એવું વાવેતર થાય છે.

આ પણ વાંચોઃ ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની બમ્પર આવક શરૂ

ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે રાયડાની આવક

જિલ્લામાં ગત વર્ષે પણ સારા પ્રમાણમાં રાયડાનું વાવેતર થયું હતું. ડીસા તાલુકામાં પણ ગત વર્ષે રાયડાનું સારા પ્રમાણમાં વાવેતર થયું હતું અને ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે 2,63,388 લાખ બોરીની આવક માર્કેટયાર્ડમાં નોંધાઈ હતી. ગત વર્ષે રાયડાના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને 650 થી 844 રૂપિયાનો ભાવ મળ્યો હતો. સરકારે પણ ગત વર્ષે 930 રૂપિયા ટેકાનો ભાવ આપવાથી ખેડૂતોએ મોટા પ્રમાણમાં ટેકાના ભાવે રાયડો વેચ્યો હતો. આ વર્ષે પણ રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેથી હાલ ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની આવક નોંધાઇ હતી.

ડીસા માર્કેટયાર્ડમાં 2.39.445 રાયડાની બોરીની આવક

ડીસાને વર્ષોથી બટાટાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાટામાં નુકસાન આવવાના કારણે ડીસા તાલુકાના ખેડૂતો અન્ય પાકોના વાવેતર તરફ વળ્યા છે. ખાસ કરીને ડીસાના ખેડૂતો રવી સીઝનમાં એરંડા, રાયડો, જીરુ જેવા પાક તરફ વળ્યા છે અને આવા પાકોમાં સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની હરાજી શરૂ કરવામાં આવી છે અને હજુ તો રાયડાની હરાજી શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે અને આ બે મહિનાના સમયગાળા દરમિયાન જ ડીસા માર્કેટયાર્ડમાં 2.39.445 રાયડાની બોરીની આવક નોંધાઇ છે. આ વર્ષે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે 930 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે, જ્યારે બજારમાં વેપારીઓ રાયડાના એક બોરીના એટલે કે 20 કિલોના 900 થી 1215 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે. જેના કારણે હાલમાં ખેડૂતો રાયડાનો પાક બજારમાં વેચતા નજરે પડી રહ્યા છે.

આ પણ વાંચોઃ ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી શરૂ

ડીસા માર્કેટયાર્ડમાં બે મહિનામાં જ રાયડાની આવકમાં સતત વધારો

ડીસા માર્કેટ યાર્ડમાં છેલ્લા બે મહિનામાં સૌથી વધુ રાયડાની આવક નોંધાઈ છે. ગત એક વર્ષમાં જે પ્રમાણે આવક નોંધાઇ હતી, તે માત્ર ચાલુ વર્ષે બે મહિનામાં જ રાયડાની આવક માર્કેટયાર્ડમાં નોંધાઈ છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમ્રત જોશીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડીસા તેમજ આજુબાજુના તાલુકાઓમાં રાયડાનું મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે અને આ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે તેના કરતાં પણ ખુલ્લી બજારમાં રાયડાના ભાવ વધુ મળતા હોવાના કારણે હાલમાં ખેડૂતો બજારમાં રાયડો વેચી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે રાયડાના ભાવ પણ સારા મળતા હોવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Last Updated : Mar 22, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.