ETV Bharat / state

ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા લોકોના રેપિડ કોરોના ટેસ્ટ કરાયા - disa health department

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાઇરસ કેસમાં થઇ રહેલા વધારાને કારણે મંગળવારે ડીસા ખાતે આરોગ્ય વિભાગની ટીમ અને ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા બજારમાં માસ્ક વગર ફરતા તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા લોકોના રેપિડ કોરોના ટેસ્ટ કરાયા

author img

By

Published : Nov 24, 2020, 10:01 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર
  • આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમ હરકતમાં
  • માસ્ક વગરના લોકોના કરાવ્યા રેપીટ ટેસ્ટ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી પહેલા બનાસકાંઠા જિલ્લામાં રોજના પાંચ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા. પરંતુ હાલમાં સંક્રમણ વધતા રોજના 70થી પણ વધુ કોરોના વાઇરસના કેસ રોજ સામે આવી રહ્યા છે. આ બાબતે જિલ્લા કક્ષાએ મીટિંગ પણ યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓને કોરોના વાઇરસના કેસમાં ઘટાડો કઈ રીતે થઇ શકે તે દિશામાં સૂચનાઓ આપવામાં આવી હતી.

ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા લોકોના રેપિડ કોરોના ટેસ્ટ કરાયા
ડીસામાં આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા લોકોના રેપિડ કોરોના ટેસ્ટ કરાયા

ડીસામાં માસ્ક વગર ફરતા લોકોની અટકાયત કરી સ્થળ પર જ કોરોના ટેસ્ટ

બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી તેનો કહેર વરસાવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ડીસા-પાલનપુર અને કાંકરેજ વિસ્તારમાં રોજ 60 થી 70 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્ર સાબદું બન્યું છે. ખાસ કરીને વારંવાર સૂચના આપવા છતાં પણ લોકો માસ્ક વગર ફરી રહ્યા છે. તેમજ સોશીયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આવા લોકો સામે આજે આરોગ્ય વિભાગ, મામલતદાર, નગરપાલિકા અને પોલીસની ટીમે સાથે મળી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં આજે માસ્ક વગર ફરતા લોકોની અટકાયત કરી તેમનો સ્થળ પરજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આવા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરતાં બેદરકાર લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.