ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ, અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

author img

By

Published : Jun 3, 2021, 6:26 PM IST

બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ત્રાટકેલા ભારે પવન સાથેના વાવાઝોડાના કારણે એક વ્યક્તિના મોત સાથે અનેક જગ્યાએ નુકસાન વેર્યું છે ડીસા, દિયોદર ,વાવ ,થરાદ, ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડી ગયા છે તો બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ : અનેક ખેડૂતોને પાકમાં નુકશાન

  • બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદનું આગમન
  • ભારે પવન અને વરસાદ થતા ખેડૂતોના ખેતરમાં લાખો રૂપિયાનું નુકસાન
  • દિયોદર પાસે વરસાદના કારણે આ અકસ્માત સર્જાતા ઇકો ચાલકનું ઘટનાસ્થળે મોત
  • વરસાદના કારણે થયેલ નુકશાનમાં સહાય કરવા ખેડૂતોની માગ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યો છે .ચાહે તીડ પ્રકોપ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે પછી વાવાઝોડું. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વર્ષમાં બેથી ત્રણ વાર તો કુદરતી હોનારતના કારણે નુકસાન વેઠવું પડે છે બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રે પણ ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડું અને વરસાદ શરૂ થતાની સાથે જ ચારે બાજુ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. જેના કારણે લાંબા સમય બાદ લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

અનેક ઘરોના પતરા ઉડી ગયા છે તો બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું

વરસાદથી ખેડૂતોને નુકશાનબનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટા સાથે થયેલા વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. જ્યારે ભારે વાવાઝોડા સાથે વરસાદના કારણે કેટલાય જગ્યાએ ખેડૂતોના ઘરોના પતરા ઉડી ગયા છે, ભારે પવનની ચપેટમાં આવતા ખેડૂતોના ઘરના પતરા ઉડી ગયા છે, જેમાં વાવના ગંભીરપુરા ગામે ભેંસ પર ઝાડ પડતાં ભેંસનું મોત થયું છે. જ્યારે રાહ ગામે વાવાઝોડાના કારણે ગાડી પર વીજપોલ પડતાં નુકસાન થયું હતું, આ સિવાય ધાનેરા તાલુકાના છાપરા ગામે પણ નારણભાઈ પટેલ , પુનમાભાઈ પટેલ અને મફાભાઈ પટેલના ઘરના પતરા ઉડી જતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સિવાય દિયોદર તાલુકાના મોઝરૂ ગામે પણ અનેક ખેડૂતો વાવાઝોડાનો ભોગ બન્યા છે ખેતરોમાં આવેલા ઘરો પરના પતરા ઉડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું છે. ડીસા તાલુકાના મોટી આખોલ ગામે પણ ભરતભાઈ માળીના ખેતરમાં આવેલા મકાનના પતરા ઉડતા પરિવાર ભયભીત બની ગયો હતો. ભરતભાઈના પરિવારજનો ખાટલા નીચે છુપાઈ જતાં જાનહાનિ ટળી હતી.
ડીસા, દિયોદર ,વાવ ,થરાદ, ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનથી નુકસાન
આ પણ વાંચોઃ કેસર કેરીના ભાવમાં ફરી વધારો, તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે હરાજીમાં કેસર કેરી

ઇકો ચાલકનું મોત

ગત મોડી રાત્રે અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી જેના કારણે આજુ બાજુ રસ્તા ઉપર કશું જ દેખાતું નહોતું. જેના કારણે અનેક દુર્ઘટનાઓ પણ સર્જાઇ હતી. જેમાં રાત્રીના સમયે વરસાદ થતાં વિઝીબિલિટી ઘટી જતાં દિયોદર તાલુકાના લૂંદ્રા પાસે ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇકો કારચાલક 37 વર્ષીય ગોવિંદ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું.

સરકાર પાસે સહાયની માગ

ગત મોડી રાત્રે ત્રાટકેલા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓને ઘમરોળી નાખ્યા હતાં અને એક અંદાજ મુજબ 50થી 60 જેટલા ખેડૂત પરિવારો આ વાવાઝોડાનો ભોગ બન્યાં હતાં. ક્યાંક વાવાઝોડાથી પશુઓના મોત થયા. છે, તો ક્યાંક ઘરવખરીને નુકસાન થયું છે, તો કેટલીક જગ્યાએ બાજરીનો તૈયાર થયેલો પાક પડી જતા જિલ્લામાં અંદાજિત કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે સરકાર અસરગ્રસ્તોને તાત્કાલિક જાહેર કરે તેવી ખેડૂતોની માગ છે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં ગુરુવારે વહેલી સવારે ખાબક્યો વરસાદ, ઉભા પાકને નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.