ETV Bharat / state

બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ડીસામાં માત્ર 1 ખેડૂતે મગફળી વેચી

રાજ્ય સરકારે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્દ્ર શરૂ થઈ ગયા છે. કોરોના મહામારીના કારણે જિલ્લામાં 14 કેન્દ્ર પર રોજના 10 ખેડૂતોની મગફળીની ખરીદી કરાશે. જો કે, આ વખતે ટેકાના ભાવ અને ઓપન માર્કેટના ભાવમાં ખાસ તફાવત ન હોવાના કારણે ખેડૂતોનો ઓછો રસ જોવા મળ્યો છે.

Purchase of groundnuts
બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
author img

By

Published : Oct 26, 2020, 4:54 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
  • બનાસકાંઠા જિલ્લામાં 14 કેન્દ્ર પર રોજના 10 ખેડૂતોની મગફળીની ખરીદી કરાશે
  • ઓપન માર્કેટમાં ભાવ સારા હોવાથી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જોવા મળ્યો ઘટાડો

બનાસકાંઠાઃ જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મગફળીના ભાવમાં નુકસાન થતું હોવાના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. હતું. જિલ્લામાં ચાલુ વર્ષે 1.32 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જેના કારણે હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં રોજની 60 હજાર બોરીની આવક થઈ રહી છે. હાલમાં જિલ્લામાં તમામ ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી નીકાળી અન્ય ખેતી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે. જેના કારણે મોટાભાગના ખેડૂતોએ પોતાની મગફળી ઓપન માર્કેટમાં વહેંચી દીધી છે. જેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Purchase of groundnuts
બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

બનાસકાંઠા જિલ્લામાં 29,810 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું

રાજ્ય સરકારે સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરી દીધા છે. જિલ્લામાં આ વર્ષે 20 દિવસ દરમિયાન 29,810 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટર કર્યું હતું. જેમાં સૌથી ઓછું રજીસ્ટ્રેશન સુઈગામ તાલુકામાં 70 ખેડૂતો અને સૌથી વધુ ધાનેરા તાલુકામાં 7,351 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ડીસામાં ગત વર્ષે 5400 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, ચાલુ વર્ષે 3662 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાની અંદર કુલ 14 કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે દરેક કેન્દ્ર પર ટેમ્પરેચર ગન, માસ્ક, સેનેટાઈઝર સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે, તેમજ રોજના માત્ર 10 ખેડૂતોને જ મગફળી વેચાણ માટે બોલાવવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ રહે અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે પ્રથમ દિવસે માત્ર 1 ખેડૂત જ આવ્યો

ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં મગફળીના ભાવ સારા મળતા હોવાથી ખેડૂતો મોટાભાગની મગફળી ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટયાર્ડમાં 54 હજાર બોરી મગફળીની આવક થઈ હતી. જ્યારે આ વર્ષે માત્ર 36 હજાર બોરી જ મગફળીની આવક થઈ છે. મગફળી ખરીદીના પ્રથમ દિવસે કોરોના વાઈરસની મહામારીના કારણે 10 ખેડૂતોને મગફળી આપવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા. જેની સામે માત્ર 1 જ ખેડૂત પોતાની મગફળી લઈ વેચવા માટે આવ્યા હતા.

ઓપન માર્કેટમાં રૂપિયા 950થી 1000 જેવા ભાવે વેચાઈ રહી છે મગફળી

સરકારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવ 1055 રૂપિયા નક્કી કર્યા છે. જ્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે મગફળી રૂપિયા 950થી 1000 જેવા ભાવે ઓપન માર્કેટમાં વેચાઈ રહી છે. જેના કારણે ભાવમાં કંઈ ખાસ તફાવત ન હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓછો રસ દાખવી રહ્યા છે. ગત વર્ષે જિલ્લાની અંદર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કારવ્યું હતું, તેના કરતાં આ વખતે અડધા જ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી આ વખતે મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોના ધસારો ઓછો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.