અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા 2 વર્ષ કોરોના મહામારીના કારણે મા અંબા નો પ્રાગટ્યોત્સવ ઉજવાયો ન હતો, પણ હવે કોરોના ઠંડો પડતા આ વખતે અંબાજી મંદિરમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક માં અંબેના પ્રાગટ્યોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. (Pragtyotsav of Maa Amba was celebrated at Ambaji) પોષસુદ પુર્ણીમાંને માં અંબાનો જન્મોત્સવ એટલે પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો: આજે પોષી પુનમ છે, ત્યારે ગત રાત્રીએ મા અંબાના ચાચર ચોકમાં ભવ્ય રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ ના પ્રમુખ. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના નાયબ ઈજનેર ગીરીશભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો, 2 વર્ષ બાદ અંબાજી મંદિરના ચારચાર ચોકમાં ઉજવાઈ રહેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મનમોહ કાર્યક્રમ રજૂ કર્યા: ચાચર ચોકમાં ધોરણ 1 થી લઇ કોલેજ સુધીની કુલ 22 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના 300 ઉપરાંત વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના નૃત્ય ભરતનાટ્યમ તેમજ ગરબાને વિવિધ ધાર્મીક અને દેશ ભક્તિના તથા બેટી બચાવો, જેવા મનમોહ કાર્યક્રમ રજૂ કરી અને શ્રદ્ધાળુઓને ભાવવિભોર કર્યા હતા, જ્યારે તે કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને વિવિધ દાતાઓ દ્વારા પણ તેમને પ્રોત્સાહિત તેમજ સ્મૂર્તિ ચિન્હ સ્વરૂપે ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી.
લોકોમાં ધાર્મીક ભાવના પ્રબળ બનાવવાનો પ્રયાસ: શાળાના બાળકો પણ આ કાર્યક્રમને લઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમનામાં છુપાયેલી આંતરીક શક્તિને કલાને બહાર લાવવાનો પ્રયાસ કરાયો છે તેસાથે લોકોમાં ધાર્મીક ભાવના પ્રબળ બનાવવાનો પ્રયાસ આ કાર્યક્રમો થકી કરવામાં આવીરહ્યો છે તેની પણ સરાહના કરવામા આવી હતી.