ETV Bharat / state

ડીસામાં બનશે પશ્ચિમ ભાગનું 5મું એરફોર્સ સ્ટેશન, PM મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી કર્યું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગાંધીનગરથી બુધવારે બનાસકાંઠાના ડીસામાં આવેલા એરફોર્સ સ્ટેશનનું (Deesa Air Force Base) ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. તો આ પ્રસંગે ડીસામાં કેન્દ્રિય પ્રધાન અજય ભટ્ટ (ajay bhatt minister), રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh Modi Minister) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટેશન તૈયાર થતા દેશના પશ્ચિમ ઘાટમાં એરફોર્સની શક્તિ અને દેશની સુરક્ષામાં વધારો થશે તેવું રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

ડીસામાં બનશે પશ્ચિમ ભાગનું 5મું એરફોર્સ સ્ટેશન, PM મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી કર્યું ખાતમુહૂર્ત
ડીસામાં બનશે પશ્ચિમ ભાગનું 5મું એરફોર્સ સ્ટેશન, PM મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી કર્યું ખાતમુહૂર્ત
author img

By

Published : Oct 20, 2022, 10:17 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ડીસાના નાણી ખાતે 1,000 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન તૈયાર( Deesa Air Force Base) થવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરથી આ સ્ટેશનનું વર્ચ્યૂઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે નાણી ખાતે કેન્દ્રિય પ્રધાન અજય ભટ્ટ (ajay bhatt minister) અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીએ (Purnesh Modi Minister) આ એરપોર્ટ સ્ટેશન તૈયાર થતા દેશના પશ્ચિમ ઘાટમાં એરફોર્સની તાકાત અને દેશની સુરક્ષામાં મજબૂત વધારો થશે તેમ જણાવ્યું હતું.

PM મોદીએ ગાંધીનગરથી કર્યું વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત

એરપોર્ટની કનેક્ટિવિટીમાં વધારો થશે જિલ્લાના ડીસા તાલુકાના નાણી ખાતે (Deesa Air Force Base) 4,500 એકર જમીનમાં વાયુસેનાનું એરબેઝ આવેલું છે. છેલ્લા ઘણા સમયથી વિકાસની રાહ જોતા આ એરબેઝમાં કેન્દ્ર સરકારે રૂપિયા 1,000 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક અને ટેકનોલોજીયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી એરફોર્સ સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. દેશના પશ્ચિમ ભાગનું આ 5મું એરફોર્સ સ્ટેશન તૈયાર થશે, જેનાથી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ માત્ર 130 કિલોમીટર દૂર છે. આથી સૈન્યને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં 355 કિલોમીટરની દુરી ઓછી થશે તેમજ રિસ્પોન્સ ટાઈમ માં પણ મોટો ઘટાડો થશે અને એરપોર્ટની કનેક્ટિવિટીમાં વધારો થશે.

નાણી ખાતે કેન્દ્રિય અને રાજ્ય પ્રધાન રહ્યા ઉપસ્થિત

અંગ્રેજોને પાછળ મૂકી આપણે આગળ આવ્યા આ એરફોર્સ સ્ટેશનનો (Indian Air Force) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગાંધીનગરના મહાત્મા મંદિરથી આજે વર્ચ્યૂઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે નાણી એરફોર્સ ખાતે પધારેલા કેન્દ્રિય પ્રધાન અજય ભટ્ટે (ajay bhatt minister) જણાવ્યું હતું કે, જે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા હતા. એ અંગ્રેજોને સંરક્ષણ ક્ષેત્રે 5મા નંબર પર હટાવી આપણે આગળ આવી ગયા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કમાન સંભાળતા દેશની કાયાપલટ થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે મોદી હટાવોના નારા લગાવવાવાળા પણ વિદેશ જાય તો તેમનું પણ ભવ્ય સ્વાગત થાય છે.

ડીસાના નાણી ખાતે 1,000 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન તૈયાર થવા જઈ રહ્યું છે

રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદીએ (Purnesh Modi Minister) જણાવ્યું હતું કે, પશ્ચિમ ઘાટ એ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ નો ભૌગોલિક ભાગ છે ઉત્તર ગુજરાતમાં વાયુસેનાના મજબૂતી કરણનું આ એક અનેરું પગલું છે અને બનાસકાંઠામાં સીમા દર્શન બાદ એરફોર્સ સ્ટેશન (Deesa Air Force Base) બનતા સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત અને દેશની શક્તિ વધશે અને આંતરરાષ્ટ્રીય સીમા ઉપર વધુ સુરક્ષા વધશે. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સાપુતારા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ સાબરમતી અને વડનગર સહિત 7 સ્થળોએ હેલિપોર્ટ બનશે તેમ પણ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.