ETV Bharat / state

બનાસકાંઠામાં 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સીપુ સુધી નાંખવામાં આવી પાઇપલાઇન, દૂર થશે પાણીની સમસ્યા - Pipeline in Dantiwada

બનાસકાંઠામાં આ વર્ષે ઓછા વરસાદને કારણે સીપુ ડેમમાં નવા એક ટીમપાય પાણીની આવક ન સીપુ આધારિત પાણી મેળવતા ગામડા તેમજ શહેરોમાં ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવતું હતું. હવે 23 કરોડના ખર્ચે દાંતીવાડા (Dantiwada) થી સીપુ સુધી નાંખવામાં આવેલી પાઇપલાઇનના કારણે પાણીની સમસ્યા દૂર થશે, જેથી ગ્રામીણ વિસ્તરણના લોકોમાં આનંદ ફેલાયો છે.

Pipeline in Dantiwada
Pipeline in Dantiwada
author img

By

Published : Oct 29, 2021, 9:19 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ
  • જિલ્લાની જીવાદોરી સમાન જળાશયમાં પાણીની નહિવત આવક
  • સરકાર દ્વારા 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સિપુ ડેમ સુધી પાણીની પાઇપલાઈન નખાઈ
  • પાણીની પાઈપલાઈન દ્વારા અનેક ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવશે

બનાસકાંઠા: જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો. જેના કારણે અનેક તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે જિલ્લા સહિત ઉપરવાસમાં નહિવત વરસાદને કારણે આ વર્ષે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણે જળાશયોમાં પાણીની આવક થઇ ન હતી. જેના કારણે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશય આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તેમાંય વળી સીપુ ડેમમાં તો આ વર્ષે પહેલા જેવી પાણીની આવક થઇ ન હતી. જેના કારણે ડેમના પાણી આધારિત આજુબાજુના અનેક ગામોમાં ખેતી અને પીવા માટે પાણી મળી શકે તેમ ન હતું, જેના કારણે પાણીની તંગી સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા હતા. આ તરફ જિલ્લામાં પણ નહિવત વરસાદને કારણે સૌથી મોટી પાકને જીવતદાન આપવા માટે મુશ્કેલી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, ચાલુ વર્ષે જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં 23 કરોડના ખર્ચે દાંતીવાડાથી સીપુ સુધી નાંખવામાં આવી પાઇપલાઇન

ડેમમાં પાણી નાખવા માટે રજૂઆત

જિલ્લામાં છેલ્લા બે વર્ષથી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા (Dantiwada) ડેમ, સીપુ ડેમ (Sipu Dam) અને મુક્તેશ્વર ડેમમાં પાણી વગર તળિયા દેખાવા લાગ્યા છે. ચાલુ વર્ષે પણ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ ન થતા સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક થઇ નથી. જેના કારણે આ ડેમના આધારિત અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. આ બાબતે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં પાણી નાખવા માટે ખેડૂતો અને સ્થાનિક લોકોએ અનેક વાર સરકારમાં રજૂઆત કરી છે. તેમ છતાં પણ માત્ર નામ પૂરતું પાણી ડેમમાંથી છોડવામાં આવે છે. જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ડીસાની જીજી વિદ્યા સંકુલ મુકામે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ યોજાઈ

દાંતીવાડા ડેમ સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાખવાનું કામ શરૂ

આ વર્ષે નિહવત વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા ન હતા. જેના કારણે સીપુ ડેમ (Sipu Dam) ખાલીખમ રહ્યો હતો. નવું પાણી ન આવતા સીપુ ડેમ આધારીત પીવાનું પાણી મેળવતા વિસ્તારમાં મુશ્કેલી સર્જાઈ હતી. વરસાદી સિઝન પૂરી થઈ ગઈ છે અને તે વચ્ચે એક વર્ષ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી તે મોટો સવાલ હતો. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠાના મુખ્ય જળાશય દાંતીવાડાથી સીપુ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાંખવામાં આવી. જે પાઇપલાઇનમાં આજથી પાણીની શરૂઆત થઈ ગઈ છે. આ વિસ્તારમાં પાણીની સમસ્યા સૌથી મોટી હતી, ત્યારે દાંતીવાડા ડેમનું પાણી સીપુ સુધી પહોંચતાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે. વરસાદમાં નવું પાણી ન આવતા પીવાના પાણીની તંગી સર્જાઈ હતી. જે મામલે યુદ્ધના ધોરણે વહીવટી તંત્ર તેમજ પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇન કામગીરી હાથધરી હતી.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં પુષ્પ નક્ષત્રના દિવસે સોના-ચાંદીની ખરીદીમાં ઘટાડો

દાંતીવાડા ડેમનું પાણી સીપુ વોટર પ્લાન્ટ સુધી નાખવામાં આવશે

23 કરોડના ખર્ચે દાંતીવાડા ડેમથી સીપુ વોટર પ્લાન્ટ સુધી 21 કિલોમીટર લાંબી પાઇપલાઇનની કામગીરી માત્ર એક માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. જે કામગીરી પૂર્ણ થતા આજે દાંતીવાડા ડેમનું પાણી સીપુ વોટર પ્લાન્ટ સુધી પહોંચ્યું છે. આ પાઈપલાઈનનું કામકાજ પૂર્ણ થતા દાંતીવાડા ડેમમાંથી સીપુમાં પાણી આપવામાં આવશે. જેનાથી સીપુ ડેમ (Sipu Dam) ના પાણીના આધારિત અનેક ગામને પીવા માટે પાણી મળી રહેશે. ખાસ કરીને આવનારા સમયમાં પીવા માટેની કોઈ મોટી તકલીફ ઊભી ન થાય અને લોકોને ટેન્કરો મારફતે પાણી ન આપવું પડે તે માટે આ ખાસ પાઇપલાઇન નાંખવામાં આવી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનારો સમયે આ પાઈપ લાઈનનું કામકાજ પૂર્ણ થતાની સાથે જ સીપુ ડેમ આધારિત અનેક કામોને પીવા માટે પાણી મળી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.