ETV Bharat / state

ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલી ડમ્પિંગ સાઈડથી લોકો પરેશાન, તાત્કાલિક હટાવવા લોકોની માંગ

બનાસકાંઠાના જુનાડીસા ગામના લોકો શહેરની ગંદકીથી પરેશાન છે. ડીસા શહેરનો તમામ કચરો જુનાડીસા ગામની સીમમાં બનાવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જેના કારણે તીવ્ર દુર્ગંધ અને તેનાથી ઉત્પન્ન થતાં ધુમાડાથી સ્થાનિક લોકો ત્રાહિમામ છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે.

ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલી ડમ્પિંગ સાઈડથી લોકો પરેશાન, તાત્કાલિક હટાવવા લોકોની માંગ
ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલી ડમ્પિંગ સાઈડથી લોકો પરેશાન, તાત્કાલિક હટાવવા લોકોની માંગ
author img

By

Published : Dec 16, 2020, 7:59 PM IST

  • જુનાડીસા પાસે બનાવેલી ડમ્પિંગ સાઈડ હટાવવા લોકમાંગ
  • ડમ્પિંગ સાઈડમાં કચરાનું રીશફલીંગ ન થતાં લોકો પરેશાન
  • કચરો હટાવવા ટેન્ડર પ્રક્રિયા કરાઈ

બનાસકાંઠાઃ જુનાડીસા ગામના લોકો શહેરની ગંદકીથી પરેશાન છે. ડીસા શહેરનો તમામ કચરો જુનાડીસા ગામની સીમમાં બનાવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જેના કારણે તીવ્ર દુર્ગંધ અને તેનાથી ઉત્પન્ન થતાં ધુમાડાથી સ્થાનિક લોકો ત્રાહિમામ છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે.

ડીસા નગરપાલિકા દ્વારા બનાવેલી ડમ્પિંગ સાઈડથી લોકો પરેશાન

ડમ્પિંગ સાઈડ હટાવવા ગામ લોકોની માંગ

શહેરોની ગંદકી હવે ગ્રામીણ વિસ્તારો માટે પરેશાની છે. બનાસકાંઠાના આર્થિક પાટનગર ડીસા શહેરની દરરોજ હજારો ટન ગંદકી અને તેનો કચરો જુનાડીસા ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જુનાડીસાએ વસ્તીની દ્રષ્ટિએ જિલ્લાનું સૌથી મોટું ગામ છે. ડીસા નગરપાલિકા દ્વારા કચરા માટેની ડમ્પિંગ સાઇટ ગામની સીમમાં જ બનાવવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ બન્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા આ કચરાને સળગાવવામાં પણ આવે છે. જેના કારણે ઉત્પન્ન થતાં તીવ્ર દુર્ગંધવાળા ધુમાડાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના અનેક લોકો ગંદકીના ધુમાડાના કારણે શ્વાસની બીમારીથી પીડાતા થયા છે. સાંજના સમયે ધુમાડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાહન વ્યવહાર પણ મુશ્કેલ બને છે. જેના કારણે પાટણથી ડીસા તરફ આવતા માર્ગ પર અકસ્માતો પણ થાય છે. સ્થાનિક લોકોની મુશ્કેલી મામલે લોકોએ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેમ છતાં ડીસા નગર પાલિકાનું તંત્ર આ મામલે કોઈ ગંભીરતા દાખવતું નથી.

ડમ્પિંગ સાઈડમાં કચરાનું રીશફલીંગ ન થતા લોકો પરેશાન

ડીસા નગરપાલિકા દ્વારા થોડા વર્ષો અગાઉ જ સરકાર દ્વારા જુનાડીસા ગામની સીમમાં પડતર જમીન ફાળવવામાં આવતા ત્યાં ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવી હતી. જ્યારે ડમ્પીંગ સાઈટ બનાવી હતી ત્યારે તેમાં કચરો રીશફલીંગ કરવા માટેના સાધનો પણ મુકાયા હતા. પરંતુ આજદિન સુધી ત્યાં કચરાનું રીશફલીંગ થયું નથી. કચરાની ગંદકી મામલે યોગ્ય પગલા લેવા માટે નગરપાલિકા વારંવાર બાહેંધરી આપે છે. પરંતુ આ મામલે કોઈ નક્કર પગલાં ભરાતા નથી. તેના કારણે જુનાડીસા ગામવાસીઓ આજે પણ ગંદા કચરાના તીવ્ર દુર્ગંધ વચ્ચે જીવન વ્યતીત કરવા મજબૂર બન્યા છે.

કચરો હટાવવા ટેન્ડર પ્રક્રિયા કરાઈ

જુનાડીસા પાસે આવેલા અને નગરપાલિકા દ્વારા ડીસા શહેરનો કચરો એકત્ર કરવા માટે બનાવેલ ડમ્પિંગ સાઇટના કારણે હાલમાં જુનાડીસાના આજુબાજુના હજારો પરિવાર આ કચરાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ બાબતે વર્ષોથી જુનાડીસા ગામના લોકોએ અહીંથી ડમ્પિંગ સાઇટ હટાવવા માટે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ડમ્પિંગ સાઇટ હજુ સુધી ન નીકળતા હાલમાં લોકો આ ડમ્પિંગ સાઈડના કારણે બીમારીના શિકાર બન્યા છે. ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકાનો સંપર્ક કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, જુનાડીસા ગામના લોકોની રજૂઆતના પગલે ડમ્પિંગ સાઇટ કચરાને હટાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. તેમજ લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે ડીસા પાસેથી તમામ કચરો અન્ય જગ્યા પર નિકાલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.