ETV Bharat / state

Kargil Vijay Diwas 2023: ડીસા આદર્શ હાઇસ્કુલ ખાતે 21 પરમવીર ચક્ર વિજેતા દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવા પરમવીર વંદન કાર્યક્રમ યોજાયો - શ્રદ્ધાંજલિ આપવા પરમવીર વંદન કાર્યક્રમ યોજાયો

ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ દેશના જવાનો સરહદ પર રહી કેવી રીતે દેશવાસીઓની રક્ષા કરે છે. દેશની રક્ષા કરતી વખતે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનો અહેસાસ બાળકોને થાય તે માટે બનાસકાંઠાની ડીસા આદર્શ હાઇસ્કુલ ખાતે 21 પરમવીર ચક્ર વિજેતાઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું.

paramvir-vandan-program-was-held-at-disa-adarsh-high-school-to-pay-tribute-to-21-paramvir-chakra-winning-patriots

author img

By

Published : Jul 26, 2023, 6:35 PM IST

શ્રદ્ધાંજલિ આપવા પરમવીર વંદન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા: ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે કિરગીલ વિજય દિવસ નિમિતે દેશની રક્ષા કરનારને સન્માન આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 પરમવીર ચક્ર વિજેતા દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એનસીસી- 35 ગુજરાત બટાલિયનના નાયબ સુબેદાર સંજય કુમાર સહિત શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

નાટક પણ ભજવવામાં આવ્યું: કાર્યક્રમમાં પરમવીર ચક્ર વિજેતાઓ સહિત જવાનો સરહદ પર કઈ રીતે આપણી રક્ષા કરે છે, શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ ચટ્ટાનની જેમ ઊભા રહી આક્રમણખોરોથી આપણું રક્ષણ કરે છે કે તમામ પરિસ્થિતિઓને દર્શાવતું નાટક પણ ભજવવામાં આવ્યું હતું. દેશવાસીઓની રક્ષા કરતા કરતા જવાન જ્યારે સહિત થાય છે ત્યારે તેના કઈ રીતે સન્માન આપવામાં આવે છે તે માહોલ જોઈ લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

નાટક ભજવનારા રડી પડ્યા: 21 પરમવીર ચક્ર વિજેતા દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે પરમવીર વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ત્યારે એક કાર્યક્રમ એવો પણ રાખવામાં આવ્યો હતો કે જ્યારે સૈનિક શહીદ થાય છે ત્યારબાદ જ્યારે તેને ઘરે લાવવામાં આવે છે ત્યારે ઘરની પરિસ્થિતિ શું હોય છે? ત્યાંનું વાતાવરણ શું હોય છે? આવું નાટક ભજવતા ભજવતા આદર્શ હાઇસ્કુલની દીકરીઓ આ વાતાવરણ અને આ નાટક ભજવતા ભજવતા રડી પડી હતી.

'ડીસા આદર્શ હાઇસ્કુલના સંચાલકોનો અને તમામ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે આજે આ દિવસે આર્મીમાં શહીદ થયેલા તમામ ભાઈઓને યાદ કર્યા છે. જ્યારે તેમને યાદ કરાશે ત્યારે જે સૈનિકો ફરજ બજાવે છે તેમને પણ ખુશી થાય છે. અમને પણ ખુશી થાય છે કે જે અમારા ભાઈઓ સહિત થઇ ગયા છે એમને આજે તમારા દ્વારા યાદ કરવામાં આવ્યા અને સન્માન કરવામાં આવ્યું. આવા કાર્યક્રમો થકી બાળકોમાં નાનપણથી દેશભક્તિની જ્યોત પ્રગટે છે.' -સંજય કુમાર, સુબેદાર

નાટક ભજવનાર શું કહે છે?: આ બાબતે નાટક ભજવનાર વિદ્યાર્થીની વિશ્વા દેસાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે જે નાટકનો ભાગ ભજવ્યું છે એમાં હું ખુદ રડી ગઈ હતી. નાટકમાં જે મારો રોલ છે જેમાં જયારે શહીદ થઈને શૈનિક ઘરે આવે છે ત્યારે ઘરના લોકોની જે હાલત થાય છે તેને ફીલ કરીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

  1. Kargil Vijay Diwas 2023 : આજે 24મો કારગિલ વિજય દિવસ, આ દેશ હંમેશા એ બહાદુર જવાનોનો ઋણી રહેશે
  2. Kargil Vijay Diwas: આર્મી ચીફે કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા પુરસ્કાર પ્રાપ્ત નિવૃત્ત સૈનિકો સાથે વાર્તાલાપ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.