- પાલનપુર નગરપાલિકા સતત બીજા દિવસે પણ એક્શનમાં
- બાકીદારો પાસેથી સ્થળ પર જ 1 લાખ 30 હજારની રકમ વસૂલી
- બે દિવસોમાં કુલ 16 દુકાનો સીલ કરી 2 લાખથી અધિકનો દંડ વસુલ કર્યો
પાલનપુર: નગરપાલિકાએ બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે,પાલિકા હસ્તકની 1239 દુકાનોને લીઝ પર આપી પાલિકા તેમની પાસેથી નિયત કરેલ ભાડું વસુલે છે. પરંતુ, શહેરમાં અનેક એવા લિઝધારક વેપારીઓ છે કે જેઓનું વર્ષોનું ભાડું બાકી બોલે છે. ત્યારે, પાલનપુર પાલિકાની વેરા વસુલાત ટીમે હવે આવા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે હેઠળ ગઈકાલે 3 દુકાનોને સીલ કરવા ઉપરાંત અન્ય બાકીદારો પાસેથી રૂપિયા 87 હજારનો દંડ સ્થળ પરથી જ વસુલ કર્યો હતો. જ્યારે, વધુ 13 દુકાનોને સીલ કરી અન્ય બાકીદારો પાસેથી 50 હજાર ચેક સ્વરૂપે તેમજ 80 હજાર રોકમ એમ કુલ 1 લાખ 30 હજાર વસુલ કર્યા છે. જેથી બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. આમ પાલિકાતંત્રે માત્ર બે દિવસમાં 16 દુકાનો સીલ કરી અંદાજિત 2 લાખ 13 હજારનો દંડ વસુલ કરવામાં સફળતા મેળવી છે.
વાંચો: પાલનપુર નગરપાલિકા દ્વારા 3 દુકાનો સીલ કરાતાં બાકીદારોમાં ફફડાટ