ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ - બનાસકાંઠા ન્યૂઝ

ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં આગામી તૌકતે વાવઝોડાની આગાહી કરવામાં આવી છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ

author img

By

Published : May 18, 2021, 5:02 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ
  • કલેક્ટર દ્વારા- 24 કલાક એલર્ટ રહે તેવી ટીમો બનાવી
  • બનાસકાંઠા જિલ્લામાં તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર તૈયાર

બનાસકાંઠાઃ જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર એલર્ટ થયું છે. કલેક્ટરે તાત્કાલિક જિલ્લાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ સહિત તમામ અધિકારીઓએ આગામી 19 તારીખ સુધી ફરજ પરનું સ્થળ ન છોડવા માટેનો આદેશ કર્યો છે. આ ઉપરાંત શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં તમામ પ્રકારના જાહેરાતના હોર્ડિંગ ઉતારી લેવા અને વાવાઝોડાથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે માટેની સૂચના આપવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને લઈ ખેડા વહીવટી તંત્ર સજ્જ

24 કલાક એલર્ટ રહે તેવી ટીમો બનાવી

ડીસા નગરપાલિકા પ્રમુખે પણ વાવાઝોડાને પગલે 24 કલાક એલર્ટ રહેવા માટે અલગ અલગ ટિમો બનાવી છે. જેથી કોઈપણ વિસ્તારમાં વાવાઝોડાના કારણે નુકસાન ન થાય અથવા જરૂર પડે તો તાત્કાલિક આ ટીમ જે તે વિસ્તારમાં જઇ લોકોની મદદ કરી શકે. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ વાવાઝોડાના કારણે વીજળી ડુલ થાય તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે. આમ બનાસકાંઠા જિલ્લાની અંદર વાવાઝોડાને પગલે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર સાબદુ બની ગયું છે.

તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર તૈયાર

આગામી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તૌકતે વાવાઝોડું આવવાની શક્યતાઓ રહેલી છે. જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મોટાભાગના તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે સુરક્ષિત જગ્યા પર ખસેડી દેવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ અલગ ટીમો બનાવી તૈયાર રહેવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

અમીરગઢમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો

અમીરગઢ-ઇકબાલગઢ પંથકમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ બાદ અમીરગઢ તાલુકામાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ બની જતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જિલ્લામાં વરસાદી વાતાવરણના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બાજરી જેવા પાકોને નુકસાન ભીતિ ખેડૂતોને સેવાઇ રહી છે એક તરફ કોરોના મહામારી બીજી તરફ તૌકતે વાવાઝોડાથી લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.