- બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ને બીજી લહેર ઘાતક
- આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીમાં રક્ષણ મળે તે માટે રસીકરણ અભિયાન શરૂ
- 45 વર્ષ ઉપરના લોકોના રસીકરણ અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા પ્રથમ નંબર
બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં કોરોના (Corona)વાયરસની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ હતી. સતત લોકોના વધેલા સંક્રમણના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક લોકો કોરોના વાયરસની મહામારીમાં મોતને ભેટયા હતા, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના(Corona) વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી. કોરોના વાયરસ કે બીજી લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં તમામ હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ગઇ હતી.
આ પણ વાંચો- રાજ્યમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન હેઠળ 99 ટકા બાળકોનું રસીકરણ કરાયું
સતત ઇન્જેક્શન અને ઓક્સિજનની અછતથી બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોના(Corona) વાયરસની મહામારી લોકો માટે વિકરાળ સાબિત થઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સતત દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં કોવિડ હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોરોના(Corona) વાયરસની આ મહામારીમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી લોકો માટે વિકરાળ સાબિત થઇ હતી. અનેક લોકો આ મહામારીમાં મોતને ભેટયા હતા, ત્યારે આ મહામારીને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન(Vaccination Campaign) શરૂ કરવામાં આવ્યું હતું. સતત લોકોને વધુમાં વધુ રસી મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ અભિયાન (Vaccination Campaign)શરૂ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીથી બચવા માટે મોટી સંખ્યામાં રસીકરણ અભિયાનમાં જોડાયા હતા
ખાસ કરીને પ્રથમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષ ઉપરના લોકો માટેનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને લોકો વધુમાં વધુ રસી લે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં 45 વર્ષ ઉપરનાનું રસીકરણ અભિયાન(Vaccination Campaign) બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર આવ્યું હતું. લોકો પણ કોરોના (Corona)મહામારીથી બચવા માટે મોટી સંખ્યામાં રસીકરણ અભિયાન(Vaccination Campaign)માં જોડાયા હતા. જેના કારણે કોરોના વાયરસની મહામારીમાં રસીકરણના કારણે અનેક લોકોની જિંદગી પણ બચી હતી.
ડીસાના લક્ષ્મિપુરા ગામે 100 ટકા રસીકરણ પૂર્ણ
આઝાદી કાળના સમયગાળાથી જ ડીસા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ શિક્ષણ, વિકાસ સહિત આરોગ્ય-સ્વચ્છતામાં હંમેશા મોખરે રહ્યું છે. એવામાં વર્તમાન કોરોના (Corona)મહામારીમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન(Vaccination Campaign)માં પણ એક દાખલો બેસાડ્યો છે. આ જાગૃત ગામમાં 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ગયુ છે.
આ પણ વાંચો- મહીસાગર જીલ્લામાં 3.80 લાખ નાગરિકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી
આરોગ્ય કર્મીઓનું ગામ લોકો દ્વારા સન્માન કરાયું હતું
ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના (Corona)મહામારીમાં દિવસ-રાત પરિશ્રમ કરી રહેલા આરોગ્ય કર્મીઓનું ગામ લોકો દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો. તેમની આરોગ્ય સેવાઓએ લોકોનું જીવન બચાવવામા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા આગામી પેઢીને પ્રેરણા આપશે, આવા કપરા સમયે પોતાની પરવા કર્યા વગર લોક સેવામાં તત્પર કોરોના વોરીયર્સના સન્માન કાર્યક્રમમાં ગામના સરપંચ, ડેલીગેટ સહિત આગેવાનોએ આ મહાઅભિયાનમાં સાથ સહકાર આપ્યો હતો.