પાલનપુરઃ સૂનું મેદાન, સૂના ક્લાસરૂમ અને સૂના વિદ્યા સંકૂલ... પાંચ સપ્ટેમ્બરના આ દ્રશ્યો છે શાળાના... સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના મહામારીનો આતંક છે અને આ આતંકના લીધે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય રીતે શિક્ષક દિન હોય, ત્યારે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને કે દિવસ માટે શિક્ષક બનવાની તક મળે છે અને બાળકો ઉત્સાહ સાથે શાળાઓમાં પહોંચે છે અને એક દિવસ માટે બાળકો શાળાનું શિક્ષણ કાર્ય સાંભળતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસને લીધે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેતા શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે અને તેના લીધે શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી થઈ શકી નથી. એટલે કે, કોરોના વાઇરસે બાળકોને એક દિવસ માટે શિક્ષક બનવાની જે તક હતી તે છીનવી લીધી છે અને તેના લીધે બાળકો નિરાશ જોવા મળી રહ્યા છે.
શિક્ષક દિનની રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનવા ના મળતા નિરાશ જોવા મળી રહ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સબંધ એક બીજાનો પ્રયાયરૂપ સબંધ છે, ત્યારે વર્તમાન સમયમાં કોરોના વાઇરસને લઈ શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હોવાના લીધે બાળકો શાળામાં નથી આવી રહ્યા અને શાળાઓ બાળકો વિના સૂની ભાસી રહી છે, ત્યારે શાળામાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકો પણ અત્યારે બાળકોને યાદ કરી રહ્યા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે, જલ્દી દેશ અને દુનિયા કોરોના મુક્ત થાય જેથી એકવાર ફરી બાળકોના કલરવથી શાળાના મેદાનો ફરી ગુંજી ઊઠે.
એક તરફ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં અનેક બદલાવ સર્જી દીધા છે, ત્યારે શિક્ષણ પર કોરોનાની અસર જોવા મળી રહી છે અને જે શાળાઓ શિક્ષક દિન પ્રસંગે બાળકોની ચિચિયારીથી ગુંજતી હતી. તે જ શાળાઓ અત્યારે બાળકો વિના સૂમસામ ભાસી રહી છે.